Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

સસ્તા પેટ્રોલ અને ડીઝલ આપવા માટે મોદી સરકારનો મોટો નિર્ણય:ઈથનોલ પરનો GST ઘટાડીને 5 ટકા કર્યો

ઈથેનોલ પરનો જીએસટી ઘટતા તે સસ્તું થશે: ઈથેનોલ મિક્સ કરવામાં આવતા પેટ્રોલના ભાવ ઘટશે

નવી દિલ્હી :દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લાગેલી આગ ઠારવા માટે મોદી સરકારે  નિર્ણય લીધો છે. સરકારે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ ઈથેનોલ પર જીએસટી રેટને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે, ઉલ્લેખનીય છે કે પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવામાં આવે છે

સરકારના ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલ ભેળવીને વેચે છે. આ પ્રોગ્રામ આંદોમાન અને નિકોબારને બાદ કરતા સમગ્ર ભારતભરમાં લાગુ પડાયો છે. 

પહેલા કેન્દ્ર સરકારે ઈથેનોલ પર 18 ટકા જીએસટી વસૂલતી હતી પરંતુ હવે તેની પરના જીએસટીને 5 ટકા કરી દેવાયો છે આ રીતે 13 ટકાનો ઘટાડો થયો છે. ઈથેનોલ પરનો જીએસટી ઘટતા તે સસ્તું થશે અને આ રીતે સસ્તુ ઈથેનોલ મિક્સ કરવામાં આવતા પેટ્રોલના ભાવ આપોઆપ ઘટી જશે. 

(8:47 pm IST)