Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

રાજકારણ માટે ફિટ નથી, પક્ષ મને સસ્પેન્ડ કરે : રૂપા ગાંગુલી

ચૂંટણી બાદ પ.બંગાળ ભાજપમાં ધમાસણ જારી : અભિનેત્રી રૂપા ગાંગુલી નગરનિગમની ચૂંટણીમાં પોતાના નિકટના નેતાને ટિકિટ નહીં અપાઈ હોવાથી નારાજ છે

કોલકાતા, તા.૧૬ : પશ્ચિમબંગાળ ચૂંટણી બાદ બંગાળ ભાજપમાં ચાલી રહેલુ ઘમાસાણ અટકી રહ્યુનથી.બંગાળમાં ભાજપના સૌથી પ્રમુખ ચહેરા પૈકીનો એક અ્ને એક્ટ્રેસ રુપા ગાંગુલી પણ પાર્ટી છોડી શકે છે તેવી અટકળો શરુ થઈ છે. રુપા ગાંગુલી રાજ્યસભામાં સાંસદ છે અને તેમણે સોશિયલ મીડિયા પર મુકેલી પોસ્ટમાં કહ્યુ છેકે, હું એક નાની કાર્યકર છું અને પાર્ટી મને ઈચ્છે ત્યારે કાઢી મુકી શકેછે.હું રાજકારણ માટે ફિટ નથી તેવુ પાર્ટીને ખબર પડી ગઈ છે. તેમણે કહ્યુ હતુ કે, મને ૨૦૧૫માં નગર નિગમની ચૂંટણી વખતે બહુ માનસિક અને શારીરિકપીડા સહન કરવી પડી હતી.હું માનુ છું કે, રાજનીતિ માટે હું ફિટ નથી.પાર્ટી મને કારણ દર્શક નોટિસ આપી શકે છે અને સસ્પેન્ડ કરી શકે છે પણ મને પાર્ટી છોડવા મજબૂર કરી શકે તેમ નથી. ઉલ્લેખનીય છે કે, રુપા ગાંગુલી નગરનિગમની ચૂંટણીમાં પોતાના નિકટના નેતાને ટિકિટ નહીં અપાઈ હોવાથી નારાજ છે.અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હેલા નેતા ગૌરવ બિશ્વાસ માટે તેમણેટિકિટ માંગી હતી અને હવે તેમણે કહ્યુ છે કે, હું તેમના ચૂંટણી પ્રચાર માટેપણ જઈશ.

(7:14 pm IST)