Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

સેન્સેક્સમાં ૧૧૩, નિફ્ટીમાં ૨૭ પોઈન્ટનો ઘટાડો નોંધાયો

ઓમિક્રોનની અસરમાંથી બહાર આવવા મથતું શેરબજાર : પેકમાં ટાઇટન, એનટીપીસી, ટાટા સ્ટીલ અને ભારતી એરટેલના શેર લીલા નિશાન પર બંધ થયા

મુંબઈ, તા.૧૬ : ગુરુવારે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. આજે એક દિવસના કારોબાર પછી, બીએસઈ મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ૧૧૩.૧૧ પોઈન્ટ્સ અથવા .૨૦ ટકાના વધારા સાથે ૫૭,૯૦૧.૧૪ પોઈન્ટ પર બંધ થયો હતો. આજે બીએસઈની સાથે એનએસઈ પણ તેજી સાથે બંધ થયું હતું. એનએસઈનો મુખ્ય સૂચકાંક નિફ્ટી પણ ૨૭.૦૦ પોઈન્ટ એટલે કે .૧૬ ટકા વધીને ૧૭,૨૪૮.૪૦ પર બંધ થયો હતો. આજે દિવસના કારોબારના અંત પછી, સેન્સેક્સ પેકમાં ટાઇટન, એનટીપીસી, ટાટા સ્ટીલ અને ભારતી એરટેલના શેર લીલા નિશાન પર બંધ થયા છે. જ્યારે એચડીએફસી બેક્ન, ડૉ. રેડ્ડીઝ, આઈટીસી અને એશિયન પેઈન્ટ્સ લાલ નિશાન પર બંધ થયા છે. ગુરુવારે સેન્સેક્સ ૫૮,૨૪૩ પોઈન્ટ પર ખુલ્યો હતો. ઇન્ફોસિસ સહિત ડઝનથી વધુ શેર લીલા નિશાનથી ઉપર હતા. મારુતિ ટકાના નુકસાન સાથે ટોચ પર હતો. તે સમયે, નિફ્ટી ૫૦ પણ ૧૭,૩૭૩ પોઈન્ટ પર ખુલ્યો હતો. પહેલા બુધવારે ઓમિક્રોનની અસર સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં શેરબજારોમાં જોવા મળી હતી અને બીએસઈ સેન્સેક્સ ૩૨૯ પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. બજાર વિશ્લેષકોના મતે યુએસ ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિ અંગેના નિર્ણયની જાહેરાત પહેલા રોકાણકારોએ જોખમ લેવાનું ટાળવું જોઈએ. યુએસ ડોલર સામે રૂપિયો ૨૦ મહિનાની નીચી સપાટીએ પહોંચવાથી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા વેચાણ ચાલુ રાખવાથી શેરબજારો પર પણ પ્રતિકૂળ અસર થઈ હતી.

સેન્સેક્સ ૩૨૯.૦૬ પોઈન્ટ અથવા .૫૭ ટકાના ઘટાડા સાથે ૫૭,૭૮૮.૦૩ પોઈન્ટ પર બંધ થયો હતો. રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૦૩.૫૦ પોઈન્ટ અથવા .૬૦ ટકા ઘટીને ૧૭,૨૨૧.૪૦ પર બંધ થયો હતો. સેન્સેક્સના શેરમાં .૧૦ ટકાના ઘટાડા સાથે બજાજ ફાઇનાન્સ સૌથી વધુ ઘટ્યો હતો.

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વ તેના અનુકૂળ નીતિ વલણને સમાપ્ત કરશે અને તેને કડક બનાવશે તેવી આશંકાથી સ્થાનિક બજાર નીચે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ફુગાવાના દબાણ વચ્ચે યુએસ સેન્ટ્રલ બેક્ન બોન્ડ ખરીદવાના કાર્યક્રમનો તીવ્ર અંત અને ૨૦૨૨માં પોલિસી રેટમાં વધારો કરવાનો સંકેત આપે તેવી શક્યતા છે. રેલિગેર બ્રોકિંગના વાઇસ પ્રેસિડેન્ટ (સંશોધન) અજિત મિશ્રાએ કહ્યું કે તમામની નજર યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પર છે. મોટાભાગના વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે ઓમિક્રોન સ્વરૂપના  કોરોના વાયરસ દ્વારા ઊભા થયેલા પડકારોને ધ્યાનમાં રાખીને સમિતિ નીતિ દર જાળવી રાખે. તેમણે કહ્યું કે બોન્ડ ખરીદી કાર્યક્રમ, ફુગાવો અને વૃદ્ધિ પર નિવેદન મહત્વપૂર્ણ રહેશે.

(7:14 pm IST)