Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ભાજપ પુત્રના કરતૂતોની સજા પિતાને આપવા નથી માગતું

ખેડૂતો પર જીપ ચઢાવાનું કાવતરું હોવાનો સિટનો રિપોર્ટ : પત્રકારો સાથે અજય મિશ્રાએ કરેલા ઉધ્ધત વર્તન અંગે પાર્ટી દ્વારા ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે તાકીદ

નવી દિલ્હી, તા.૧૬ : લખીમપુર ખીરીમાં ખેડૂતો પર જીપ ચઢાવી દેવાની ઘટના પૂર્વયોજિત કાવતરુ હોવાના સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેટિવ ટીમના  દાવા બાદ રાજકારણ ગરમાયુ છે.

મામલામાં ગૃહ મંત્રી અજય મિશ્રાનો પુત્ર આશિષ મિશ્રા મુખ્ય આરોપી છે ત્યારે હવે એસઆઈટીના રિપોર્ટ બાદ વિપક્ષો અજય મિશ્રાના મંત્રીપદેથી રાજીનામાની માંગ કરી રહ્યા છે.

જોકે સરકાર અજય મિશ્રાને મંત્રીપદેથી હટાવવા નથી માંગતી.ભાજપનુ માનવુ છે કે, સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેટિવ ટીમનો રિપોર્ટ ભલે ગમે તે હોય પણ મામલો હાલમાં કોર્ટમાં છે અને પુત્રના કરતૂતોની સજા પિતાને મળવી જોઈએ નહીં.

જોકે ગઈકાલે પત્રકારો સાથે તેમણે કરેલા ઉધ્ધત વર્તન અંગે પાર્ટીએ તેમને ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે તાકીદ કરી છે.

અજય મિશ્રા ગઈકાલે પત્રકારો પર ભડકયા હતા અને તેઓ ગાળ બોલતા પણ સંભળાયા હતા. ઘટનાનો વિડિયો વાયરલ થયો હતો.

દરમિયાન અજય મિશ્રા આજે  પોતાની ઓફિસમાં પાછળના દરવાજેથી પહોંચ્યા હતા.જેથી મીડિયાનો સામનો ના કરવો પડે.

(7:13 pm IST)