Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

રાજસ્થાની કોંગ્રેસ સરકારે અદાણીને ૧૬૦૦ હેકટર જમીન ફાળવી

આલેલે...રાહુલ ગાંધીએ અંબાણી અને અદાણી પર નિશાન સાધ્યાના ચાર દિવસમાં

નવી દિલ્હી,તા.૧૬ : જયપુરમાં યોજાયેલી મોંઘવારી વિરોધી રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, દેશના પીએમ ૨૪ કલાક વિચારતા હોય છે કે, આજે અંબાણી અને અદાણીને શું આપી દઉં.

 જોકે રાહુલ ગાંધીએ આ બંને ઉદ્યોગપતિઓ પર નિશાન સાધ્યાના ચાર જ દિવસમાં રાજસ્થાનની કોંગ્રેસ સરકારે અદાણી ગ્રૂપને ૧૫૦૦ મેગાવોટનો સોલર પાર્ક બનાવવા માટે ૧૬૦૦ હેકટર જમીન આપવાનો નિર્ણય લીધો છે.જોકે એ પછી હવે રાજકીય વર્તુળોમાં કોંગ્રેસના આ -કારના વિરોધાભાસી વલણને લઈને ચર્ચાઓ શરુ થઈ છે.

 સોલર પાર્ક માટે અદાણી ગ્રુપ અને રાજસ્થાન સરકારે ભાગીદારી કરી છે.આ માટે એક જોઈન્ટ વેન્ચર કંપની બનાવવામાં આવી છે.આ કંપનીને ૧૬૦૦ હેટકર જમીન આપવામાં આવી છે.જે અલગ અલગ જિલ્લાઓમાં વહેંચાયેલી છે.ગહેલોટ કેબિનેટ દ્વારા બુધવારે પાંચ નિર્ણયો લેવાયા હતા.જેમાં ચાર નિર્ણય જમીન ફાળવવાને લગતા હતા.

 રાહુલ ગાંધી છાશવારે સરકાર પર અંબાણી અને અદાણીને ફાયદો કરાવવાના આરોપ લગાવવામાં આવતા હોય છે ત્યારે કોંગ્રેસની કરની અને કથનીમાં દેખાઈ રહેલા ફરકથી સવાલો ઉઠવા સ્વાભાવિક છે.

(4:02 pm IST)