Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

સમૂહ લગ્નમાં ભાઈએ બહેન સાથે કર્યા લગ્ન

ફિરોઝાબાદના ટુંડલામાં એક યુવકે મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં તેની પિતરાઈ બહેન સાથે જ લગ્ન કરી લીધાઃ કાર્યક્રમનો ફોટો સામે આવ્યા બાદ તેનો ખુલાસો થયો હતોઃ યુવક પહેલેથી જ પરિણીત હતો

લખનૌ, તા.૧૬: યુપીના ફિરોઝાબાદમાં મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનાને લઈને એક છેતરપિંડી સામે આવી છે. ફિરોઝાબાદના ટુંડલામાં એક યુવકે પૈસાની લાલચમાં મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં તેની પિતરાઈ બહેનસાથે જ લગ્ન કરી લીધા. કાર્યક્રમનો ફોટો સામે આવ્યા બાદ તેનો ખુલાસો થયો હતો. યુવક પહેલેથી જ પરિણીત હતો.જેની માહિતી મળતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જે બાદ આરોપી યુવક વિરુદ્ઘ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ સમાજ કલ્યાણ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. વિભાગના અધિકારીઓએ જવાબદાર અધિકારીઓ સામે ખુલાસો નોટિસ જારી કરી હતી. સાથે જ પોલીસમાં ફરિયાદ કરીને આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી પરિણીત યુવકે પૈસાના લોભમાં તેની પિતરાઈ બહેન સાથે લગ્ન કરી લીધા હતા. જે સમૂહ લગ્ન સમારોહનો ફોટો આવ્યા બાદ સમગ્ર પ્રકરણ ચર્ચામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે બે બાળકોના પિતાએ પોતાની પિતરાઈ બહેન સાથે લગ્ન કર્યા હતા, ફિરોઝાબાદના ટુંડલા બ્લોકના નારખી શહેરમાં ૫૧ યુગલોના લગ્ન થયા હતા. સરકાર દ્વારા નવવિવાહિત યુગલોને દહેજની વસ્તુઓ અને કેટલાક પૈસા પણ આપવામાં આવ્યા હતા. શનિવારે સમૂહ લગ્ન યોજનામાં લગ્ન કરનાર યુગલોના ફોટા સોશિયલ મીડિયાના માધ્યમથી વિસ્તારના લોકો સુધી પહોંચ્યા હતા. પછી ખબર પડી કે બે બાળકોના પિતા મહેન્દ્ર સિંહે તેની પિતરાઈ બહેન સાથે લગ્ન કર્યા છે. એટલું જ નહીં દહેજની તમામ વસ્તુઓ અને સરકારી સહાય પણ લેવામાં આવી હતી.

જયારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમૂહ લગ્ન માટે યુગલોની પસંદગી કરવામાં આવે છે, ત્યારે તેમના આધાર કાર્ડ, મતદાર કાર્ડ, બેંક પાસબુકની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે છે. ગ્રામ પંચાયત મારસેનાના સચિવ કુશલ પાલ, ગ્રામ પંચાયત બિરૌલીના સચિવ અનુરાગ સિંહ, ADO સહકારી સુધીર કુમાર અને ખ્ઝ્રબ્ સમાજ કલ્યાણ વિભાગના ચંદ્રભાન સિંહ દ્વારા પણ દંપતીની ચકાસણી કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં આ લગ્ન થયા. જયારે આ મામલો ખુલ્યો ત્યારે જિલ્લા પ્રશાસને તમામ અધિકારીઓને નોટિસ પાઠવી અને આ મોટી ભૂલ માટે ખુલાસો માંગ્યો.

ફિરોઝાબાદના ટુંડલા બ્લોક ડેવલપમેન્ટ ઓફિસ પરિસરમાં શનિવારે સમૂહ લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૫૧ યુગલોએ લગ્ન કર્યા હતા. જેમાં દરેકને દ્યરવપરાશની ચીજવસ્તુઓ અને કપડાં સહિત અન્ય વસ્તુઓ આપવામાં આવી હતી.

કાર્યક્રમનો ફોટો સામે આવ્યા બાદ સ્થાનિક લોકો અને ગામના વડાએ આરોપીને ઓળખી કાઢ્યો હતો. અને વધુમાં  જણાવ્યું કે આરોપી પહેલેથી જ પરિણીત છે અને તેણે પૈસાના લોભમાં તેની પિતરાઈ બહેન સાથે લગ્ન કર્યા છે.

આ બાબતની જાણ થતાં સમાજ કલ્યાણ વિભાગના મદદનીશ વિકાસ અધિકારી ચંદ્રભાન સિંહે ફરિયાદ નોંધાવી હતી. આ સાથે, ગ્રામ પંચાયત સચિવ મારસેના કુશલપાલ, ગ્રામ પંચાયત દ્યિરોલીના સચિવ અનુરાગ સિંહ, ADO સહકારી સુધીર કુમાર ખ્ઝ્રબ્ સમાજ કલ્યાણ વિભાગ ચંદ્રભાન સિંહ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે, જેમણે લગ્ન માટે યુગલોની શોધ અને ચકાસણી કરી હતી. જો સંતોષકારક જવાબ નહીં મળે તો તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે.

(3:59 pm IST)