Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

સુપ્રીમ કોર્ટે કોવિડ મોત સહાય અંગે ગુજરાત સરકારના કર્યા વખાણ

જાહેરાતોનું ભાષાંતર કરી અન્ય રાજયોને પહોંચાડવા કરી ટકોર

નવી દિલ્હી, તા.૧૬ : સુપ્રીમ કોર્ટે કોરોના મોત મામલે સહાયને લઇને ગુજરાત સરકારે જે રીત અપનાવી છે તેના વખાણ કર્યા છે. સુપ્રીમકોર્ટે કહ્યું છે કે દેશને અનય રાજયોએ પણ આ મામલે ગુજરાત મોડલ અપનાવું જોઇએ. સુપ્રીમકોર્ટે કહ્યું કે ગુજરાત સરકારે કહ્યું છે કે વ્યાપક જાહેરાત કરવામાં આવી છે. જેથી કોરોનાથી મોત મામલે વળતર વિશે માલુમ પડે આ કારણે મોટી સંખ્યામાં અરજી આવી છે અને અરજી સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં ર૪ હજાર કેસમાં વળતર આપવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે રાજયોને કહયુ છે કે તેઓ ગુજરાત સરકાર દ્વારા અપનાવેલી જાહેરાત મોડેલને અપનાવી ગુજરાત સરકારે જે કોરોના મોત મામલે વળતરની રકમ અંગે જે જાહેરાત આપી છે તે પ્રશંસનીય છે. અન્ય રાજયોને પણ આ પધ્ધતી અનુસરવા કહયું છે.

કોર્ટે વધુમાં કહયું કે કોરોનાથી મોત થયેલા ને વળતર અંગેની સ્કીમ વિશે જણાવ્યું છે. વધુમાં જણાવ્યું કે રાજયમાં આ જાહેરાતના કારણે લોકોને જાણકારી મળી રહી છે અને અરજીની સંખ્યામાં વધારો થયો છે. સુપ્રીમ કોર્ટે છેલ્લી સુનાવણી દરમ્યાન રાજયોને ફટકારીને કહયું હતું કે તે સ્કીમ વિશે વ્યાપક પ્રચાર કરી રહ્યા નથી.

(3:57 pm IST)