Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

સિંચાઈ પર ખર્ચ થશે ૯૩,૦૦૦ કરોડ, ૨૨ લાખ ખેડૂતોને મળશે ફાયદો

મોદી સરકારના ૩ નિર્ણયો, જેની સામાન્ય જનતા પર થશે સીધી અસર

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં  કેન્દ્રીય કેબિનેટમાં ત્રણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા, જેની સામાન્ય પ્રજાના જીવનમાં પર તેની મોટી અસર પડશે. સેમીકંડકટર ચિપની અછતને જોઈને દેશમાં ચિપ ઉત્પાદનને વધારવા માટે સરકારે ૭૬,૦૦૦ કરોડ રૂપિયાની પીએલઆઇ યોજનાની જાહેરાત કરી. ત્યાં જ દેશમાં રુપે ડેબિટ કાર્ડ અને ભીમ એપ તેમજ યુપીઆઇ દ્વારા ડિઝીટલ લેવડ-દેવડને વધારવા માટે ૧૩૦૦ કરોડ રૂપિયાના ઈન્સેંટિવની જાહેરાત કરવામાં આવી છે. દેશના ૨૨ લાખથી વધુ ખેડૂતોને ફાયદો પહોંચાડવા માટે વર્ષ ૨૦૨૧-૨૬ સુધી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ યોજના પર ૯૩ હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. સરકારે યમુના નદી પર લખવાર બાંધ અને રેણુકા બાંધ બનાવવાની મંજૂરી આપી દીધી છે.  આ પ્રોજેકટ લગભગ ત્રણ દશકથી રોકાયેલો હતો. તેનાથી અનેક રાજ્યોને ફાયદો થશે.

લખવાર-રેણુકા બાંધના ફાયદા

યમુના નદી પર લખવાર બાંધથી ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીના લોકોને ફાયદો થશે. લખવાર બાંધ પરિયોજના પૂરા થવા પર આ રાજ્યોમાં પેયજલની સમસ્યા ખતમ થઈ જશે અને સિંચાઈ માટે પણ પર્યાપ્ત પાણી ઉપલબ્ધ થશે. રેણુકા બાંધ પરિયોજનાથી ૧૩.૮૮ લાખ હેકટર ખેતરોને પાણી ઉપલબ્ધ થશે અને મોટા પાયે વિજળીનું નિર્માણ થશે.

(3:04 pm IST)