Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ઉત્તર ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી મહેસાણાના વિજાપુરમાં એક મહિલા સંક્રમિત

ઝિમ્બાબ્વેથી આવેલ વ્યક્તિના સંપર્કમાં આ મહિલા આવી હતી: ગુજરાતમાં અત્યાર સુધી ઓમિક્રોનના 5 કેસ નોંધાયા

ઉત્તર ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે. મહેસાણાના વિજાપુરમાં એક મહિલા સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. ઝિમ્બાબ્વેથી આવેલ વ્યક્તિના સંપર્કમાં આ મહિલા આવી હતી. આ સાથે ગુજરાતમાં અત્યાર સુધી ઓમિક્રોન ના 5 કેસ નોંધાયા છે

 દક્ષિણ આફ્રિકા કે જ્યાંથી આ નવા વેરિએન્ટની શરૂઆત થઈ છે ત્યાંના ડોક્ટર એન્જેલિક કોએત્ઝી જે સાઉથ આફ્રિકન મેડિકલ એસોસિએશનના ચેરપર્સન છે. તેમનું કહેવું છે કે ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિમાં કોઈ ખાસ તકલીફ હજુ સુધી જોવા મળી નથી. વિશેષજ્ઞ પણ તેના પર રિસર્ચ કરી રહ્યા છે. દર વખતે કોવિડ-19 ના વાયરસમાં ફેરફાર જોવા મળે છે આથી તેના પર રિસર્ચ ચાલુ છે.

. .

(2:02 pm IST)