Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

સોના અને ચાંદીના ભાવમાં સતત નરમાઇ : સોનુ થયું 250 સસ્તું અને ચાંદી.600 ઘટી

સોનાની રેકોર્ડ કિંમત કરતા લગભગ 7490 રૂપિયા હજુ સસ્તું

અમદાવાદ : સોના અને ચાંદીના ભાવમાં ફરી ઘટાડો થયો છે,આજે 24 કેરેટ શુદ્ધતાનું સોનું  240 ઘટીને રૂ. 47,910 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે, 22 કેરેટ શુદ્ધતાનું સોનું આજે 46,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. આ ઉપરાંત ચાંદીના ભાવમાં મોટો ઘટાડો છે ગઈકાલની સરખામણીએ આજે ચાંદી રૂ.600 ઘટીને રૂ.60,900 પર આવી છે.

ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સોનાની કિંમત અત્યાર સુધીના સૌથી ઊંચા દરે પહોંચી ગઈ હતી. ઓગસ્ટ 2020માં બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 55,400 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી. જો આપણે આજના ભાવને સોનાના ઓલ ટાઇમ હાઇ રેટ સાથે સરખાવીએ,  સોનું તેની રેકોર્ડ કિંમતથી સસ્તું પ્રતિ 10 ગ્રામ રૂ. 7,490 થયું છે.

આજે દિલ્હીમાં 24 કેરેટ શુદ્ધતા સોનાની કિંમત 51,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.રાષ્ટ્રીય રાજધાનીમાં 22 કેરેટ સોનાની કિંમત 47,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.આજે મુંબઈમાં 24 કેરેટ સોનાની કિંમત 47,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. આર્થિક રાજધાનીમાં 22 કેરેટ શુદ્ધતાના સોનાની કિંમત 46,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.

(1:36 pm IST)