Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

દિલ્હી સરકારે કોવિડ-૧૯ના નિયંત્રણોને ૩૧ ડિસેમ્બર સુધી લંબાવ્યા

 

 ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે દિલ્હી સરકારે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી મર્યાદિત કરી છે.  દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ બુધવારે કોરોના સંબંધિત પ્રતિબંધોને ૩૧ ડિસેમ્બરની મધ્યરાત્રિ સુધી લંબાવી દીધા છે.  હાલમાં દિલ્હીમાં સામાજિક, ધાર્મિક, મનોરંજન સંબંધિત કાર્યક્રમો પર પ્રતિબંધ ચાલુ રહેશે.  એટલું જ નહીં, બાર અને રેસ્ટોરન્ટમાં ૫૦ ટકા ક્ષમતાની જોગવાઈ પહેલાની જેમ ચાલુ રહેશે.

(1:14 pm IST)