Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

કાશ્મીરમાં પહાડોથી નીચે ઉતરતા આતંકીઓઃ અથડામણમાં વધારો

સ્થાનીકોને પહેલા જેવું વાતાવરણ થવાની ચિંતાઃ દરરોજ સરેરાશ એક અથડામણથી ધણધણે છે ખીણ પ્રદેશ

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા. ૧૬: જે કાશ્મીર ખીણ પ્રદેશમાં શાંતિ પરત ફર્યાના દાવા કરાતા હતા ત્યાં પહાડોથી નીચે ઉતરતા આતંકીઓ સાથે વધતી અથડામણો અને તેના હુમલાઓથી કાશ્મીર ધણધણવા લાગ્યું છે. છેલ્લા એક મહિનામાં લગભગ ૩ ડઝનથી વધુ અથડામણો અને હુમલાઓએ સુરક્ષા દળોની ચિંતા એટલા માટે વધારી છે જે આમાના કેટલાક એન્કાઉન્ટર તાલીબાનીઓ તથા અલ કાયદાના આતંકીઓ સાથે પણ થયેલ.

ખાસ કરીને કુપવાડા અને બારામુલ્લા જીલ્લામાં ઠંડીના કારણે પહાડોથી નીચે ઉતરેલ આતંકીઓ સાથે થયેલ અથડામણો ચિંતાનો વિષય બની રહી છે. ચિંતાનું મુખ્ય કારણ એન્કાઉન્ટરમાં આતંકીઓની લડવાની ક્ષમતા છે. રક્ષા સુત્રો મુજબ આવી લડવાની ક્ષમતા સાથે અમારે કદી પનારો નથી પડયો. સેના પ્રવકતા પણ દબાયેલ સ્વરમાં આવું જ કશું સ્વીકારી રહ્યાં છે. પણ સાથે જ જણાવેલ કે અમારા માટે આતંકીએ આતંકી જ છે ચાહે તે કોઇપણ સંગઠન સાથે જોડાયેલો હોય.

સેના માટે કાશ્મીરમાં તાલીબાન અને અલ કાયદાનું એકટીવ હોવાની ખબર પ્રત્યક્ષ રીતે વધુ ચિંતાનો વિષય ન હોય પણ અન્ય સુરક્ષા બળો અને કાશ્મીરીઓ માટે આ પરેશાની એટલા માટે છ કેમ કે જો અન્ય સુરક્ષાબળ તેનો મુકાબલો કરવામાં સક્ષમ નથી તો બીજી તરફ કાશ્મીરીઓ આવનાર દિવસોમાં કાશ્મીરમાં પુનઃ બર્બાદીની જંગને ફરીથી શરૂ થવાની શંકાથી ગ્રસ્ત છે.

કાશ્મીરમાં સરેરાશ દરરોજ એક અથડામણ લોકોને કાતીલ ઠંડીમાં મુશ્કેલીમાં એટલે મુકે છે કે હુમલાની ફીરાકમાં હોય છે અને બદલામાં સુરક્ષાદળોએ ઇમારતને જ ખંડેર બનાવે છે જયાં આતંકીઓ છુપાયા હોય છે અથડામણમાં આવેલ વધારાને સેના દ્વારા આતંકીઓની બોખલાહટ ગણાવાતી હોય પણ સેનાના પ્રયત્નો બાદ પણ પાકિસ્તાન આતંકીઓને ભારતમાં મોકલવામાં સફળ થઇ રહ્યું છ ે. જેની પુષ્ટી પોલીસ ડાયરેકટર દિલબાગસિંહ પણ કરતા હતા અને સ્વીકારતા કે કાશ્મીરમાં કેટલાક નવા પાકિસ્તાની આતંકીઓ આવી ચુકયા છે.

(12:33 pm IST)