Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

એન્કાઉન્ટરમાં ૨ આતંકીઓ ઠાર : સુરક્ષા દળનું સર્ચ અભિયાન

કુલગામ જિલ્લાના રેડવાની બાલા વિસ્તારમાં મોડી રાતે થયેલા એન્કાઉન્ટરમાં ૨ આતંકવાદીનો સફાયો કરવામાં આવ્યો

શ્રીનગર તા. ૧૬ : દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના રેડવાની બાલા વિસ્તારમાં કાલે મોડી રાતે ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં ૨ આતંકવાદીને સફાયો કરી દીધો છે. તેની ઓળખ કરવામાં આવી રહી છે. હાલ જવાનો માર્ચ પર છે. અભિયાન ચાલુ છે.  આની પહેલા બુધવારે સવારે દક્ષિણ કાશ્મીરમાં પુલવામા જિલ્લાના આતંકી સંગઠન હિજબુલ મુઝાહિદીનનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ફિરોજ અહમદ ડારને ઠાર કરાયો.

એ પ્લસ કેટેગરી આ આતંકી વિસ્તારમાં ૨૦૧૭થી સક્રિય હતો અને અનેક આતંકી ઘટનાઓમાં સામેલ હતો. માર્યા ગયેલા આતંકીની પાસે એક એકે રાઈફલ ૩ મેગેજીન અને અન્ય વાંધાજનક સામગ્રી મળી છે. પોલીસે જણાવ્યું કે જિલ્લાના ઉજરામપથરી ગામમાં આતંકીની હાજરીની સૂચના પર મંગળવારે મોડી રાતે વિસ્તારની ઘેરાબંધી કરી સુરક્ષાદળો તરફથી સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યું.

(10:35 am IST)