Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

તિબેટ સરહદે ચીને કેમિકલ અને બાયોલોજિકલ વોરફેરનો અભ્યાસ શરૂ કર્યો

ગયા મહિને એન્ટિ ન્યુકિલયર વેપનની પણ મોક ડ્રિલ કરી- યુદ્ઘાભ્યાસમાં રોકેટ છોડાયાઃ એન્જિનિયર્સ અને અસોલ્ટ ગુ્રપ પણ સામેલ થયા, સ્થળની જાણકારી ગુપ્ત રખાઇ : ડ્રીલ દરમ્યાન સૈનિકોએ ફેસ માસ્ક પહેરેલા હતાઃ પહેલી વખત ચીની સૈન્યના વેબપોર્ટલ પર આ વોરફેરની માહિતી જાહેર કરાઇઃ ડ્રિલ આખો દિવસ ચાલી હતી

બૈજિંગ, તા.૧૬: ચીનનાં પીપલ્સ લિબરેશન આર્મીની જોઇન્ટ મીલિટરી બ્રિગેડે તિબેટમાં કેમિકલ, બાયોલોજિકલ અને એન્ટી ન્યુકિલયર વોર ફેરનો અભ્યાસ શરૂ કરી દીધો છે. તિબેટને સ્પર્શીને રહેલાં લડાખમાં LAC ઉપર ભારત અને ચીન વચ્ચે વધી રહેલી તંગદિલીને લીધે ચીનની આ 'મોક ડ્રીલ' દ્યણી મહત્ત્વની ગણવામાં આવે છે. આ યુદ્ઘાભ્યાસમાં કમાન્ડોઝ, સશસ્ત્ર દળો અને કેમિકલ વોર ફેરની તાલિમ લીધેલા સૈનિકો સામેલ હતા. આ સૈનિકો ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મી (PLA)નો એક વિશિષ્ટ વિભાગ રચે છે. આ યુદ્ઘાભ્યાસ તિબેટ ક્ષેત્રમાં વેસ્ટર્ન થીએટર કમાન્ડના હાથ નીચે કરવામાં આવી રહ્યો છે.

ચીનમાં પાંચ થીયેટર કમાન્ડસ છે. તેમાં આ કમાન્ડ સૌથી મોટો અને સૌથી મહત્ત્વનો છે. ભારત સાથેની તંગદિલીમાં તેની સૌથી મોટી ભૂમિકા છે. આ કમાન્ડ જ લડાખથી શરૂ કરી અરૂણાચલ પ્રદેશ સુધીની ૩,૪૮૮ કી.મી. લાંબી સરહદે ધ્યાન રાખે છે.

પી.એલ.એ.નાં એક ન્યૂઝ પોર્ટલે જ આ માહિતી આપી છે. તે નવેમ્બરના અંતના ભાગમાં કરવામાં આવ્યો હતો. આ પોર્ટલમાં જણાવવામાં આવ્યું હતું કે, તેમાં રાત્રે પણ ડ્રીલ ચાલુ હતી. તેમાં રોકેટ છોડવામાં આવ્યાં હતાં, આર્મીના ઇજનેરોને પણ બોલાવ્યા હતા. તેમણે ટાર્ગેટનાં સ્થળોએ વિસ્ફોટક ઇન્સ્ટોલ કર્યા હતાં.

આ ડ્રીલ દરમિયાન, કમાન્ડીંગ ઓફીસરે, બાયોલોજિકલ, કેમિકલ અને ન્યુકિલયર એટેક અંગે પણ ચેતવણી આપી હતી. તે પછી એક બટાલિયન કમાન્ડ લી કુન ફેંગનો એ મોર્ચો સંભાળ્યો હતો. દરેક સૈનિકે ગેસ માસ્ક પહેર્યા હતા. તે કમાન્ડરે, તે વોર ફેર સામે કઇ રીતે બચવું તે પણ સમજાવ્યું. આ અભ્યાસ દુશ્મની સ્થિતિ, તેના દ્વારા થતા હુમલા, અને તેનો તત્કાળ પ્રતિભાવ કેમ આપવો તે જણાવ્યું હતું. તે સમયના ફોટો પણ મળ્યા છે.

અમેરિકાએ તો નવેમ્બરના અંતમાં જ જણાવ્યું હતું કે ચીન તે પ્રકારનાં શસ્ત્રો બનાવી રહ્યું છે. તે માટે રીસર્ચ પણ કરે છે.

એવું સ્પષ્ટ દેખાય છે કે, ભારતની સીમા ઉપર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા, ચીન આ યુદ્ઘાભ્યાસમાં વ્યસ્ત છે. ઊંચાઈવાળાં સ્થાનો ઉપર તેણે સૈનિકો માટે સુવિધાઓ રચી છે. તેમની 'લિવીંગ કન્ડીશન્સ' સુધારવામાં આવે છે. અને, અત્યારે તિબેટ અને શીનજીયાંગની સીમા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

તે સર્વ-વિદિત છે કે, લડાખથી શરૂ કરી, અરૂણાચલ સુધી ભારત-ચીન વચ્ચે તંગદિલી પ્રવર્તે છે.

(10:34 am IST)