Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

કોરોનાથી મૃત્યુ પામેલા દરેક વ્યકિતના સ્વજનોને રૂ. ૫૦ હજારનું વળતર આપો

કોઇ ક્રાએટેરિયા નહીં, બસ કોરોનાથી મૃત્યુ પામ્યા હોય તેવા દરેક વ્યકિતને વળતર ચૂકવો : સુપ્રિમ કોર્ટે સરકારને આપ્યો આદેશ

નવી દિલ્હી તા. ૧૬ : કેટલાક રાજયોમાં કોવિડથી મૃત્યુ થયેલા સ્વજન માટે વળતરની માંગ કરતી અરજીઓની સંખ્યા સત્ત્।ાવાર મૃત્યુ સંખ્યાને વટાવી ગઈ છે. જે બાબતે કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરી કે આ મૃત્યુના ઓછા અહેવાલને કારણે નથી પરંતુ માપદંડોને કારણે છે. કોર્ટ દ્વારા આવા મૃત્યુનું વર્ગીકરણ વિસ્તૃત કરવામાં આવ્યું છે.

સુનાવણીની શરૂઆતમાં, એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કથિત મીડિયા ખોટી રિપોર્ટિંગનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ જસ્ટિસ એમઆર શાહ અને બીવી નાગરથનાની બેન્ચે કેન્દ્રને મીડિયા રિપોર્ટ્સ પર વધુ ધ્યાન ન આપવા અને તેની ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું કે, કોવિડના કારણે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેઓને ૫૦,૦૦૦ એકસ-ગ્રેશિયા આપવામાં આવે છે.

'મૃત્યુના ઓછા અહેવાલ હોઈ શકે છે અથવા ન પણ હોઈ શકે. અમે અહીં તે કહેવા નથી આવ્યા. પરંતુ ૧૦,૦૦૦ મૃત્યુ, પરંતુ ઘણી મોટી સંખ્યામાં અરજીઓ સબમિટ થઈ, તેથી એક સામાન્ય માણસ એવું વિચારી શકે છે... પરંતુ અમારી ચિંતા એ છે કે લોકોને રાહત મળવી જોઈએ અને સરકારે તે દિશામાં કામ કરવું જોઈએ તેમ બેન્ચે કહ્યું.'

કોર્ટે કહ્યું કે કલ્યાણ રાજય તરીકે વધુને વધુ લોકો રાહતનો દાવો કરવા સરકારનો સંપર્ક કરે તો સારૃં રહેશે.

કોર્ટે તમામ રાજયોને કોવિડ એકસ-ગ્રેટિયા દાવો કરવા માટે કેવી રીતે અને કયાં સંપર્ક કરવો તે અંગે લોકોને જાગૃત કરવા માટે પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા, ખાસ કરીને સ્થાનિક અખબારો દ્વારા વ્યાપક પ્રચાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. તેણે અખબારોમાં જાહેરાતો પ્રકાશિત કરવાના ગુજરાત સરકારના નિર્ણય પર સંતોષ વ્યકત કર્યો અને કહ્યું કે અન્ય રાજયોએ પણ આ જ ફોર્મેટનો ઉપયોગ કરવો જોઈએ.

ગુજરાત સરકારે તેના નવા સોગંદનામામાં કોર્ટને જણાવ્યું હતું કે તેને અત્યાર સુધીમાં કુલ ૪૦,૪૬૭ અરજીઓ મળી છે, જેમાંથી ૨૬,૮૩૬ અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને ૨૩,૮૪૮ પરિવારોને વળતર ચૂકવવામાં આવ્યું છે.

જો કે, કોર્ટે મહારાષ્ટ્ર સરકારને આ રકમનું વિતરણ કરવા માટે ત્વરિત ન કરવા બદલ ટકોર કરી હતી જયારે કોર્ટને જાણ કરવામાં આવી હતી કે અત્યાર સુધી દાવાની અરજીઓની સંખ્યા ૮૫,૦૦૦ થી વધુ હતી ત્યારે માત્ર ૧,૦૦૦ પરિવારોને જ રાહત આપવામાં આવી હતી. તેણે રકમનું વિતરણ કરવા માટે ૧૦ દિવસનો સમય આપ્યો હતો.

(10:11 am IST)