Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

વકીલોના વ્યવસાયમાં પૂર્વગ્રહોનો સામનો કરતી મહિલાઓ : CJI

કાયદાના વ્યવસાયમાં મહિલાઓને અનેક પ્રકારની અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે

નવી દિલ્હી,તા.૧૬: વકીલાતના વ્યવસાયમાં મહિલાઓ તેમના સહયોગીઓ અથવા વાદીઓ-બંનેથી પૂર્વગ્રહોનો સામનો કરી રહી છે. આ સાથે એ વકીલો અને બેન્ચને પણ અસર કરે છે, એમ ચીફ જસ્ટિસ ઓઇ ઇન્ડિયા એન. વી. રામન્નાએ હિમા કોહલીના સન્માન કાર્યક્રમમાં કહ્યું હતું. કાયદાના વ્યવસાયમાં મહિલાઓને અનેક પ્રકારની અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી સમાજમાં મહિલાઓની ભૂમિકા વિશે વિચાર કરવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે મહિલાઓ માટે કોર્ટ રૂમમાં તેમની વિરુદ્ઘ વાતાવરણ બને છે. તેમના માટે મુકત વાતાવરણ બનવું જોઈએ.

તેમણે કહ્યું હતું કે કોર્ટોમાં મહિલાઓનો હિસ્સો વધ્યો છે, પરંતુ એ વધીને ૫૦ ટકા સુધી પહોંચવો જોઈએ. હાલ નીચલી કોર્ટોમાં ૩૦ ટકા મહિલા જજ છે. આ ઉપરાંત હાઇકોર્ટમાં મહિલા જજોનો હિસ્સો માત્ર ૧૧.૫ ટકા છે અને સુપ્રીમ કોર્ટમાં એ એનાથી પણ ઓછો છે. સુપ્રીમમાં ચાર મહિલા જજ છે. દેશમાં ૧૭ લાખ વકીલોની નોંધણી થયેલી છે એમાં માત્ર ૧૫ ટકા મહિલાઓ વકીલ છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે હાલ એક બહુ સંવેદનશીલ મામલે સુનાવણી કરી હતી, ત્યારે જસ્ટિસ કોહલીએ અવલોકન કર્યું હતું કે તમે તમારા પગ ખેંચો છો. એ પછી તેમણે મને પૂછ્યું હતું કે શું મેં ભૂલ કરી, ત્યારે મેં તેમને કહ્યું હતું કે એમાં કશું ખોટું નથી, દરેકને પોતાના વિચાર વ્યકત કરવાનો હક છે.

(10:08 am IST)