Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

વિશ્વના સૌથી પ્રશંસનીય લોકોની યાદીમાં PM મોદીને આઠમુ સ્થાન

અમેરિકન પ્રેસિડેન્ટ બાઇડેન અને રશિયાના પુતિન કરતાં આગળ : મહિલાઓમાં પ્રિયંકા ચોપરા અને ઐશ્વર્યા ટોપ ૨૦માં

નવી દિલ્હી,તા. ૧૬ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વના ટોપ-૨૦ સૌથી પ્રશંસનીય લોકોની યાદીમાં પુતિન અને બાઇડેન જેવા ટોચના વૈશ્વિક વડાઓને પછાડી આઠમું સ્થાન મેળવ્યુ છે. ડેટા એનાલિટિકસ કંપની You Gov દ્વારા કરાયેલ સરવેમાં શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને વિરાટ કોહલી જેવી દેશની ફિલ્મ અને ક્રિકેટની ટોચની હસ્તીઓ કરતાં પણ મોદી આગળ રહ્યા છે.

સરવેમાં ૩૮ દેશના ૪૨,૦૦૦ લોકોનો મત લેવાયો હતો. પીએમ મોદી, ઉપરાંત સચિન તેંડુલકર, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને વિરાટ કોહલી જેવા અન્ય ભારતીયોને પણ આ યાદીમાં સામેલ કરાયા છે. વિશ્વની સૌથી પ્રશંસનીય મહિલાઓના લિસ્ટમાં ભારતની પ્રિયંકા ચોપરા, ઐશ્ચર્યા રાય બચ્ચન અને સુધા મૂતિનો સમાવેશ કરાયો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં સતત બીજા વર્ષે દુનિયાના સૌથી પ્રશંસિત વ્યકિતના લિસ્ટમાં પ્રથમ ક્રમે રહ્યા છે. માઇક્રોસોફટના બિલ ગેટ્સ બીજા ક્રમે અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ત્રીજા નંબર પર છે. યાદીમાં મોદી કરતા આગળ રહેનારી અન્ય હસ્તનીઓમાં ફુટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, એકશન સ્ટાર જૈકી ચૈન, ટેસ્લાના વડા ઇલોન મસ્ક અને ફુટબોલ સ્ટાર લિયોનેલ મેસી પણ સામેલ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યાદીમાં પીએમ મોદી બાદ ૯માં નંબર પર છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન ૨૦મા નંબર પર છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોસ્ટ એડમાયર્ડ મેનની યાદીમાં ૧૩માં નંબર છે.

You Govના જણાવ્યા અનુસાર સરવેમાં બે પ્રશ્નના જવાબના આધારે પરિણામ જાહેર કરાયુ હતું. પહેલો પ્રશ્ન એ હતો કે, સરવેમાં ભાગ લેનારી વ્યકિત જે તે હસ્તીને ઓળખે છે કે નહીં, બીજો પ્રશ્ન એવો પુછાયો હતો કે આ હસ્તી સરવેમાં ભાગ લેનાર વ્યકિતના સૌથી પ્રશંસનીય લોકોની યાદીમાં છે કે નહીં. (૨૨.૭)

વિશ્વની ટોપ-૨૦ પ્રશંસનીય પુરૂષ

બરાક ઓબામા

બિલ ગેટ્સ

શી જિનપિંગ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

જેકી ચેન

ઇલોન મસ્ક

લાયોનેસ મેસ્સી

નરેન્દ્ર મોદી

વ્લાદિમીર પુતિન

જેમ મા

વોરન બફેટ

સચિન તેંદુલકર

ડોનાલ્ડ ટ્રમ્પ

શાહરૂખ ખાન

અમિતાભ બચ્ચન

પોપ ફ્રાન્સિસ

ઇમરાન ખાન

વિરાટ કોહલી

એન્ડ લોઉ

જો બાઇડેન

વિશ્વની ટોપ-૨૦

પ્રશંસનીય મહિલા

મિશેલ ઓબામા

એન્જેલિના જોલ

કિવન એલિઝાબેથ-૨

ઓપ્રાહ વિન્ફે

સ્કારલેટ જ્હોન્સન

 એમા વોટ્સન

ટેલર સ્વિફટ

એન્જેલા મર્કેલ

મલાલા યુસુફઝઇ

પ્રિયંકા ચોપરા

કમલા હેરિસ

હિલેરી કિલન્ટન

ઐશ્વર્યા રાય બચ્ચન

સુધા મૂર્તિ

ગ્રેટા થનબર્ગ

મિલાનિયા ટ્રમ્પ

લિઝા

લિઉ યીફેઇ

યાંગ મી

જેસિન્ડા ઓર્ડર્ન

(10:06 am IST)