Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

અનિલ અને ટીના અંબાણીના દીકરા અનમોલે કરી સગાઈ

જય અનમોલ અંબાણીએ ગર્લફ્રેન્ડ ક્રિશા શાહ સાથે કરી સગાઈ : અનિલ અંબાણીના મોટા દીકરાએ એકદમ સાદગીથી સગાઈ કરી લીધી છેઃ જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે

મુંબઇ, તા.૧૫: બિઝનેસમેન અનિલ અંબાણી અને પત્ની ટીના અંબાણીના મોટા દીકરા જય અનમોલ અંબાણીએ ગર્લફ્રેન્ડ ક્રિશા શાહ સાથે સગાઈ કરી લીધી છે. જય અનમોલના સારા મિત્ર અને એકટર અરમાન જૈને બંનેની સગાઈની તસવીર શેર કરીને અભિનંદન પાઠવ્યા બાદ તે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. અનમોલ અંબાણી અને ક્રિષ્ના શાહે ૧૨મી નવેમ્બરે સગાઈ કરી હતી. જેમા માત્ર પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા.

અરમાન જૈને અનમોલ અને ક્રિશાની જે તસવીર શેર કરી છે તેમાં બંને રિંગ ફ્લોન્ટ કરતા જોવા મળી રહ્યા છે. અરમાન જૈન, કે જે કરીના કપૂરના ફોઈનો દીકરો છે તેણે તસવીર શેર કરીને લખ્યું છે @KYZAA12 અને ક્રિશા. તમને બંનેને ખૂબ પ્રેમ'. આ સાથે તેણે રેડ હાર્ટ ઈમોજી પણ મૂકયું છે. તસવીરમાં અનમોલ અને ક્રિષ્ના એકદમ સાદા કપડામાં જોવા મળી રહ્યા છે. ક્રિશાએ સ્કાય બ્લૂ કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે જયારે અનમોલ ડેનિમ અને શર્ટમાં દેખાઈ રહ્યો છે. આ સગાઈ વિશે અંબાણી પરિવારના નાના દીકરા અનિલ અંબાણીએ કોઈ પ્રકારની જાહેરાત કરી નથી.

ટીના અંબાણીએ ૨૦૧૯માં ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું હતું. ત્રણ દિવસ પહેલા અનમોલના જન્મદિવસ પર તેમણે બર્થ ડે બોય તેમજ પરિવાર સાથેની તસવીરો શેર કરી હતી. આ સાથે વિશ કરતા લખ્યું હતું કે 'તું અમારા જીવનમાં નવો હેતુ લઈને આવ્યો અને અમને બિનશરતી પ્રેમનો અર્થ સમજાવ્યો. તું રોજ અમારા જીવનને પ્રકાશિત કરે છે અને અમે તને માપી ન શકાય એટલો પ્રેમ કરીએ છીએ. પર્સનલ અને પ્રોફેશનલ એમ બંને રીતે આગળનું વર્ષ અત્યારસુધીનું સૌથી શ્રેષ્ઠ બની રહે. હેપ્પી માઈસ્ટોન બર્થ ડે સન, તારા પર ખૂબ ગર્વ છે'.

અનિલ અંબાણી અને ટીના અંબાણીએ ફેબ્રુઆરી ૧૯૯૧માં લગ્ન કર્યા હતા. તેઓ જય અનમોલ અને જય અંશુલ નામના બે દીકરાના માતા-પિતા છે.(

(9:32 am IST)