Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની ફરી વિવાદમાં : લખીમપુરની ઘટના મુદ્દે પત્રકાર ઉપર ગુસ્સે થઈને માઈક આંચકી લીધુ

આ કેસમાં એક નિર્દોષ વ્યકિતને ફસાવી દેવામાં આવ્યાનો આક્ષેપ કર્યો

નવી દિલ્હી, તા. ૧૫ : કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની ફરી એકવાર વિવાદમાં છે. લખીમપુરની ઘટનામાં જ્યારે તેમના પુત્ર આશિષ મિશ્રાને સવાલ પૂછવામાં આવ્યો તો તેઓ પત્રકારો પર ગુસ્સો થઈ ગયા અને તેમની સાથે દુર્વ્યવહાર પણ કર્યો. તેણે સ્થળ પર હાજર એક ટીવી પત્રકારના હાથમાંથી માઈક આંચકી લીધુ અને તેને ફોન સ્વીચ ઓફ કરવાનું કહ્યા. તેમણે એમ પણ કહ્યા કે આ કેસમાં એક નિર્દોષ વ્યકિતને ફસાવી દેવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મિડીયા પર વાયરલ થઈ રહ્યા છે. વાસ્તવમાં એક ટીવી ચેનલના પત્રકારે મંત્રી અજય મિશ્રા ટેનીને તેમના પુત્ર પર ઉભા થયેલા કરંટ અંગે પ્રશ્ન પૂછયો હતો. આ જાઈને તેઓ ગુસ્સે થયા અને માઈક લઈ લીધુ. આટલું જ નહીં, અપશબ્દો બોલતા તેને ફોન સ્વીચ ઓફ કરવાનું કહેવામાં આવ્યુ હતું. મંત્રીએ પત્રકારો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. તેણે પૂછયુ કે તમે અમારી પાસેથી શું જાણવા માગો છો ? જા એસઆઈટીએ કલમો વધારી છે, તો જઈને પૂછો.. શું ચાર્જશીટ ફાઈલ થઈ છે ? આ પછી તે એક પત્રકારને મારવા પણ દોડે છે. મંત્રીનું આ ‘કાર્ય’ હવે સોશિયલ મિડીયા પર છવાયુ છે. જણાવી દઈને કે મંગળવારે જ લખીમપુર ખેરી ઘટનાનો એસઆઈટી રીપોર્ટ સામે આવ્યો છે, જેમાં આખી ઘટના અકસ્માત નહીં પરંતુ એક ષડયંત્ર છે. આ સાથે આશિષ મિશ્રા અને અન્યો પર કેટલીક વધુ ગંભીર કલમો લગાવવામાં આવી છે.

(12:00 am IST)