Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

નવા અને ખતરનાક સ્પીડ ધરાવતા કોરોના વેરીઅંટ ઓમિક્રોનના કેસ ડિસેમ્બરના મધ્ય સુધીમાં કોરોનાના ડેલ્ટા વેરીઅંટની લગોલગ પહોંચી જશે: યુકે હેલ્થ એજન્સીની મોટી જાહેરાત

યુકેમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા હોવાથી, યુકેની આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે ડિસેમ્બરના મધ્ય સુધીમાં યુકેમાં પ્રવર્તમાન  કોવિડ-19 સંક્રમણોમાં ૫૦ ટકા કેસો ઓમિક્રોન કોરોના વેરીએન્ટના કેસ હોઈ શકે છે.


 "જો ઓમિક્રોન વર્તમાન દરે વૃદ્ધિ કરવાનું ચાલુ રાખે છે, તો ઓમિક્રોન કેસની સંખ્યા ડિસેમ્બરના મધ્યમાં ડેલ્ટા કોરોના વેરીએન્ટ કેસોની લગોલગ પહોંચવાનો અંદાજ છે," યુકે ની આરોગ્ય સુરક્ષા એજન્સીએ જણાવ્યું હતું.

યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (યુકેએચએસએ) એ જણાવ્યું હતું કે અસ્ત્રાઝેનેકા અને ફાયઝર બાયો એન ટેક કોરોના વેકસીને ડેલ્ટાની સરખામણીમાં "લાક્ષણિક ચેપ સામે રક્ષણના નીચા સ્તર" પ્રદાન કર્યા છે.

જો કે, અહેવાલમાં જણાવાયું છે કે બૂસ્ટર ડોઝ લીધા પછી "નવા કોરોના વેરિઅન્ટ સામે અસરકારકતા" વધતી દેખાય છે.  ૪૦ વર્ષથી વધુ ઉંમરના લોકોએ બૂસ્ટર ડોઝ લેવો જોઈએ તેમ પણ જણાવાયું છે.

 

(12:00 am IST)