Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં બેદરકારી વર્તી રહ્યા છે

આ ભૂલ ભારે પડશે ! ભારતમાં ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે સર્વેમાં થયો ખુલાસો

નવી દિલ્હી તા. ૧૫ : લોકલ સર્કલ્સના એક સર્વેમાં સામે આવ્યું છે કે ઓમિક્રોન ફેલાવાનું કારણ લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં બેદરકારી વર્તી રહ્યા છે.

ભારતમાં ગત ૧૦ દિવસમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી ૫૦થી વધારે મામલા આવી ચૂકયા છે. તેમ છતાં ભારતમાં સોશિયલ રસીના રૂપમાં સામાજિક અંતરના પાલનમાં બેદરકારી જોવા મળી છે. લોકલ સર્કલ્સના એક સર્વેમાં આ વાત સામે આવી છે.  આ સર્વે એ વાતને સમજવા માટે કરવામાં આવ્યો હતો કે શું ઓમિક્રોન વેરિએન્ટ બાદ લોકો સજાગ થયા?  આ સર્વેના પરિણામ કહે છે કે દેશમાં રસી લગાવી ચૂકેલા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થતો જોવા મળી રહ્યો છે અને રોજના સંક્રમણના મામલા ૧૦,૦૦૦થી નીચે આવી રહ્યા છે.

એવી સ્થિતિમાં લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં બેદરકારી વર્તી રહ્યા છે. જયારે કોરોનાથી બચવાનો એક માત્ર અને પાક્કો ઉપાય માસ્ક પહેરવું અને સામાજિક અંતરનું પાલન કરવાનું છે.

WHOએ ઓમિક્રોનને કોરોનાના અન્ય સ્વરૂપોમાંથી સૌથી ખતરનાક ગણાવ્યું  છે. WHOએ ૨૬ નવેમ્બરે આને ચિંતાજનક સ્વરૂપ ગણાવતા ઓમિક્રોન નામ આપ્યું છે. ચિંતાજનક સ્વરૂપ WHOની કોરોનાની વધારે ખતરનાક સ્વરૂપની મુખ્ય શ્રેણીમાં છે. કોરોનાના ડેલ્ટા વેરિએન્ટને પણ આ શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં આ વેરિએન્ટ ૭૭ દેશમાં ફેલાઈ ચૂકયો છે.

લોકસર્કલ્સના આ સર્વેમાં દેશભરમાં ૩૦૩ જિલ્લાના ૨૫૦૦૦થી વધારે લોકોને સામેલ કરવામાં આવ્યા. સર્વેક્ષણમાં આ લોકોને પુછવામાં આવ્યું કે તેમના શહેર, જિલ્લા કે ક્ષેત્રના લોકો હવે સામાજિક અંતરનું પાલન કેવી રીતે કરે છે. જેમાંથી ૮૩ ટકા લોકોએ કહ્યું કે તેમના વિસ્તારમાં સામાજિક અંતરનું પાલન હવે નામ માત્ર અથવા બિલકુલ નથી.

ફકત ૧૧ ટકા પ્રતિભાગીઓએ કહ્યું કે ૩૦-૬૦ ટકા લોકો હજું પણ આનું પાલન કરે છે. ત્યારે ૨ ટકા લોકોનું કહેવું હતું કે ૬૦-૯૦ ટકા લોકો આ દિશા નિર્દેશોનું અનુપાલન કરી રહ્યા છે. ત્યારે ૪ ટકા આના પર કોઈ રાય નથી આપી રહ્યા.

(12:00 am IST)