Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

કોંગ્રેસમાં સામેલ થશે હરભજન સિંહ?: સિદ્ધુની સોશ્યલ મીડિયા પર તસવીરથી અનેક અટકળ

અગાઉ હરભજને ભાજપમાં સામેલ થવાનો કર્યો ઈન્કાર :છેલ્લી ચૂંટણીમાં પણ આવી જ અફવા ઉડી હતી

 

નવી દિલ્હી : પંજાબ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સિદ્ધુએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર બુધવારે હરભજન સાથેની એક તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું કે સંભાવનાઓ ભરેલી તસવીર, ચમકતે સિતારે, ભજ્જીની સાથે. સૂત્રોના જણાવ્યાનુસાર કોંગ્રેસ ભજ્જીને વિધાનસભાની ચૂંટણીમા જલંધરથી ટિકિટ આપવા માંગે છે. જોકે ભજ્જી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી

પંજાબ વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં પણ આવી અફવા ઉડી હતી ત્યારે ચર્ચા ચાલતી હતી કે ભજ્જી કોંગ્રેસમાં જોડાવાના છે. જોકે આખરે અફવા સાબિત થઈ છે અને હવે બીજી વાર ભજ્જીના કોંગ્રેસમાં સામેલ થવાને લઈને અટકળો ચાલી રહી છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં તો ભજ્જીને કોંગ્રેસના જલંધરના ઉમેદવાર પણ જાહેર કરી દીધા હતા

41 વર્ષીય હરભજન સિંહે હજુ સુધી ક્રિકેટમાંથી સંન્યાસ લીધો નથી પરંતુ તેની ક્રિકેટ કારકીર્દિ લગભગ પૂરી થઈ ગઈ છે.  ખુદ ભજ્જીએ વાતનો સ્વીકાર પણ કરેલો છે તેથી હવે ભજ્જી રાજનીતિને નવી કારકીર્દી પસંદ કરી શકે છે

(11:22 pm IST)