Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

અમેરિકી ડોલર સામે રૂપિયાનું સતત ધોવાણ: રૂપિયો 20 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો

40 પૈસા ઘટીને રૂપિયો ડોલર સામે 76.28 પર સરક્યો : ગઈકાલે 10 પૈસા ઘટ્યો હતો રૂપિયો: વિદેશી રોકાણકારોની વેચવાલીને પગલે ગાબડું : ડોલરની સરખામણીએ રૂપિયો 76.05ના સ્તર પર ખૂલ્યો : અંદાજિત 763.18 કરોડની વેચવાલી

મુંબઈ : અમેરિકી ડોલર સામે રૂપિયાનું સતત ધોવાણ થઇ રહ્યું છે રૂપિયો 20 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો છે, આજે 40 પૈસા ઘટીને રૂપિયો ડોલર સામે 76.28 પર સરક્યો છે જોકે ગઈકાલે પણ 10 પૈસા ઘટ્યો હતો, વિદેશી રોકાણકારોની વેચવાલીને પગલે ગાબડું પડ્યાનું જાણકારો માની રહ્યાં છે ડોલરની સરખામણીએ રૂપિયો 76.05ના સ્તર પર ખૂલ્યો હતો છેલ્લા દિવસોમાં અંદાજિત 763.18 કરોડની વેચવાલી થયાનું મનાય છે

 અંતરબેન્ક વિદેશી મુદ્રા વિનિમયમાં ડોલરની સરખામણી રૂપિયો ખરાબ શરૂઆતની સાથે 76.05 પર ખૂલ્યો છે. ત્યારબાદ 76.10ના નીચલા સ્તર પર પહોંચ્યો છે, જે છેલ્લા બંધની સરખામણી 22 પૈસાના ઘટાડો દર્શાવે છે.

ફોરેક્સ ટ્રેડર્સના જણાવ્યા અનુસાર, સ્થાનિક શેર બજારમાં સુસ્ત વલણ અને મજબૂત યુએસ ચલણની પણ સ્થાનિક સ્તર પર અસર થઈ હતી, જેના કારણે રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ટરબેન્ક ફોરેન એક્સચેન્જમાં ડોલર સામે રૂપિયો 76.05 પર ખુલ્યો હતો. પાછળથી તે 76.10ની નીચી સપાટીએ પહોંચ્યો હતો, જે અગાઉના બંધ કરતાં 22 પૈસાનો ઘટાડો દર્શાવે છે.

(10:52 pm IST)