Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

જલંધરમાં દેશની સૌથી મોટી સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવશે: કેજરીવાલનો વાયદો

કેજરીવાલે જલંધરમાં તેમની પાર્ટીની “તિરંગા યાત્રા”માં ભાગ લીધો: કહ્યું- કહ્યું, “અમારે પંજાબની ખુશી માટે યુદ્ધ જીતવું પડશે

નવી દિલ્હી :આમ આદમી પાર્ટીએ પંજાબમાં મોટી જાહેરાત કરી છે.  રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે પંજાબના જલંધરમાં તેમની પાર્ટીની “તિરંગા યાત્રા”માં ભાગ લીધો હતો.પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે,ચૂંટણી જીતવા માટે દરેક પાર્ટી કમર કસી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી પણ તેમાથી બાકાત નથી આમ આદમી પાર્ટી કોંગ્રેસને હરાવવા માટે વચનોની ભરમાર કરી રહી છે.

AAPના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વચન આપ્યું હતું કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો જલંધરમાં ભારતની સૌથી મોટી સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવશે.કેજરીવાલે આ નિવેદન જલંધરમાં એક રોડ શો દરમિયાન આપ્યું હતું તેમણે કહ્યું, “અમારે પંજાબની ખુશી માટે યુદ્ધ જીતવું પડશે અને માર્ચ 2022ની વિધાનસભા ચૂંટણીમાં AAP સરકારને સત્તામાં લાવવી પડશે.” તે યુગ પાછો આવ્યો.

આગામી વર્ષની શરૂઆતમાં પંજાબમાં ચૂંટણી થવાની સાથે AAP સત્તાધારી કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હીના મુખ્ય પ્રધાને 7 ડિસેમ્બરે પંજાબમાં નોંધણી અભિયાન શરૂ કર્યું હતું, આ ઉપરાંત  18 વર્ષથી વધુની મહિલાઓને 1,000 રૂપિયા આપવામાં આવશે.

(9:11 pm IST)