Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે નવા આર્મી ચીફ બનશે: સેનાના વડા જનરલ બિપિન રાવતનું સ્થાન લેશે

આર્મી ચીફ જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બરે નિવૃત્ત થશે

નવી દિલ્હી : લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે નવા આર્મી ચીફ બનશે. લેફ્ટેનન્ટ જનરલ એમએમ નરવાણેને ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે નિયુક્ત કરાયા છે. મનોજ મુકુંદ નરવાણે હવે ભારતીય સેનાના વડા જનરલ બિપિન રાવતનો કાર્યભાર સંભાળશે. લેફ્ટનન્ટ જનરલ નરવાણ હાલમાં સેનાના ડેપ્યુટી ચીફ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે આર્મી ચીફ જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. સપ્ટેમ્બરમાં ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફનો પદ સંભાળતા પહેલા લેફ્ટનન્ટ જનરલ નરવાને આર્મીના પૂર્વીય કમાન્ડની કમાન સંભાળી રહ્યા હતા. પૂર્વી કમાન ચીનની ભારતની લગભગ 4000 કિલોમીટર સરહદની સંભાળ રાખે છે.

લેફ્ટનન્ટ જનરલ નરવણે જમ્મુ-કાશ્મીરમાં નેશનલ રાઇફલ્સ બટાલિયન અને પૂર્વી મોરચા પર ઈન્ફેટ્રી બ્રિગેડની કમાન સંભાળી ચૂક્યા છે.

તેઓ શ્રીલંકામાં ઈન્ડિયન પીસ કીપિંગ ફોર્સનાં પણ એક ભાગ હતાં અને તેઓ સતત ત્રણ વર્ષ સુધી મ્યાનમારમાં પણ રહ્યા હતા. લેફ્ટનન્ટ જનરલ નરવણે નેશનલ ડિફેન્સ એકેડેમી (એનડીએ) અને ભારતીય સૈન્ય એકેડેમી (આઈએમએ) ના પાસઆઉટ

(11:00 pm IST)