Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

નાઇઝીરિયામાં જેહાદી સંગઠન બોકો હરામે 19 માલધારીઓને મોતને ઘાટ ઉતાર્યા

પશુઓને નિશાન બનાવ્યા બાદ સશસ્ત્ર અથડામણમાં 19 માલધારીઓને ગોળી મારી હત્યા

અબુઝા :નાઇજીરીયાનાં ઉત્તર-પુર્વ ભાગમાં જેહાદી સંગઠન બોકો હરામે 19 જેટલા માલધારીઓને મોતને ઘાટ ઉતાર્યા હતાં,સ્થાનિક લોકોનાં જણાવ્યા અનુસાર પહેલા માલધારીઓનાં પશુઓને નિશાન બનાવાયા હતાં,આ દરમિયાન સશસ્ત્ર અથડામણ થઇ,ત્યાર બાદ બોકો હરામ પર હુમલા કરાયા હતાં.

કેમરૂન સાથેની સરહદની નજીકનાં ફુવે ગામમાં અથડામણ થઇ હતી,જેહાદી વિરોધી મિલિશિયાનાં નેતા ઉમર કાચલા અનુસાર કટ્ટરપંથીઓ અથડામણમાં 19 માલધારીઓને ગોળી મારીને હત્યા કરી હતી.

આતંકી સંગઠન બોકો હરામ આ પહેલા અસંખ્ય ક્રુર હુમલા કરી ચુક્યું છે.ઘણી વખત આ સંગઠને સેના પર પણ હુમલા કરીને મોટું નુકસાન પહોચાડ્યું છે.

કાચલાનાં જણાવ્યા અનુસાર મૃતક માલધારીઓનાં મૃતદેહો પોલીસને સોંપી દેવામાં આવ્યા છે

 .અત્રે ઉલ્લેખનિય છે કે બોકો હરમે ખેડુતો,માલધારીઓ અને કઠીયારાઓ પર તેમની સાથે લડી રહેલી સેના માટે જાસુસી કરવાનાં આરોપ લગાવીને તેમના પર હુમલા તેજ કર્યા છે.

(9:26 pm IST)
  • ગુજરાતમાં સૌથી વધુ હિંદુ લોકોએ ધર્મ પરિવર્તનકરવા માટે અરજી કરી: રાજ્ય સરકારનો ખુલાસો : કુલ 1758 નાગરિકોએ ધર્મ પરિવર્તન કરવા માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી માંગી access_time 12:29 am IST

  • દેશના ઉત્તર પૂર્વના રાજ્યોની મુલાકાત લેવાની અમિત શાહમાં હિંમત નથી : બાંગ્લાદેશના વિદેશ મંત્રી અને જાપાનના પ્રધાન મંત્રીની મુલાકાત પણ રદ કરવી પડી : દેખાવકારો ઉપર હિંસા આચરી માનવ અધિકારોનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે : નાગરિકતા સંશોધન બિલ મુદ્દે સોનિયા ગાંધીનો પ્રકોપ access_time 8:17 pm IST

  • આપણે સાવરકરના સ્વપ્નનું નહીં,પરંતુ ભગતસિંહ અને આંબેડકરના સ્વપ્નનું ભારત બનાવવું જોઈએ : નાગરિકતા કાયદા પર જેએનયુ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયાકુમારે એનઆરસીના પરિણામથી સતર્ક રહેવા અપીલ કરતા કહ્યું કે આ હિન્દૂ-મુસ્લિમનો મામલો નથી પણ આ બંધારણથી જોડાયેલ મુદ્દો છે : સવિધાનને દુષિત થતા બચાવવાનો મામલો છે access_time 12:57 am IST