Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

અનિલ અંબાણીને બ્રિટનની કોર્ટે આપી મોટી રાહત : ચીનની બેંકનો 68 કરોડ ડોલરનો દાવો ફગાવી દિધો

નવી દિલ્હી : બ્રિટનની હોઇકોર્ટે દેશનાં જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીને મોટી રાહત આપતો ચુકાદો સંભળાવ્યો છે. બ્રિટનની હાઇકોર્ટે રિલાયન્સ એડીએજીનાં ચેરમેન અનિલ અંબાણી વિરૂધ્ધ ચીનની એક બેંક દ્વારા દાખલ કરવામાં આવેલા 68 કરોડ ડોલરનાં દાવાને ફગાવી દિધો.

જો કે અદાલતે અંબાણીનાં વકિલોને કહ્યું કે પરીક્ષણ દરમિયાન પુરાવા રજુ કરે કે ચીનની આ બેંકનો દાવો કોઇ યોગ્યતા વગરનો છે. અંબાણીની ટીમે એ ભરોસો આપ્યો છે કે તમામ તથ્યો અને સાક્ષીઓને અદાલતની સામે રજુ કરાયા બાદ તેમની સ્થિતિ સંપુર્ણ રીતે બહાર આવશે,

આ વર્ષનાં જુન મહિનામાં એવા સમાચાર આવ્યા હતાં જે મુજબ સ્ટોક એક્સચેન્જમાં એક ભારતીય કંપની દ્વારા આપવામાં આવેલી ફાઇલિંગ અનુંસાર ચીનની એક મોટી બેંક ચાઇના ડેવલપમેન્ટ બેંક,ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના અને એક્ઝિમ બેંક ઓફ ચાઇનાએ અનિલ અંબાણીની કંપની પાસે 2.1 અબજ ડોલરની માંગણી કરી હતી.

સરકારી ચાયના ડેવલપમેન્ટ બેંક 98.6 અબજ ડોલરની લોન આ ટેલિકોમ કંપનીને આપી હતી.તે જ રીતે એક્ઝિમ બેંક ઓફ ચાઇનાએ 33.6 અબજ ડોલર જ્યારે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇનાએ દાવો કર્યો છે

(8:54 pm IST)