Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

" સુપર હીરો " : બ્રિટન સ્થિત ભારતીય મૂળની મહિલા તબીબે પોતાની કિડની આપી 2 વર્ષની બાળકીનું જીવન બચાવ્યું

લંડન : સોશિઅલ મીડિયામાં ' હોપ ફોર અનાયા ' વાંચી 2 વર્ષીય બાળકીને પોતાની કિડની આપી  બ્રિટન સ્થિત ભારતીય મૂળની  મહિલા તબીબ સુરિન્દર સપલે આ બાળકીની જિંદગી બચાવી લીધી છે.ઇંગ્લેન્ડની લીડ્સ ટીચિંગ  હોસ્પિટલમાં રેડિયોગ્રાફર તરીકે સેવા આપતી ભારતીય મૂળની આ મહિલાને  લોકોએ સુપર હીરોની ઉપમા આપી બિરદાવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:27 pm IST)
  • કેન્દ્ર સરકારે 35298 કરોડ રૂપિયાની રકમ GSTના લેણાં પેટે છૂટી કરી : રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાષિત પ્રદેશોની માંગણીને વાચા : સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સીસે આપેલી માહિતી : 18 ડિસેમ્બરના રોજ મળનારી GST કાઉન્સિલ મીટીંગ પહેલા લેવાયેલો નિર્ણય access_time 8:20 pm IST

  • ર૪મી સુધી પાયલ રોહતગીને જેલ : પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અને તેમના પિતા મોતીલાલ નહેરૂ વિરૂદ્ધ વાંધાજનક વિડીયો બનાવવા અને તેને શેયર કરવાના મામલે અભિનેત્રી પાયલ રોહતગીને ર૪મી સુધી જેલ સજા થઇ છે : બુંદી પોલીસે ગઇકાલે અમદાવાદથી ધરપકડ કરી હતી access_time 4:06 pm IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજે લેવાયેલ એમએસઈ સેમેસ્ટર-૧માં મેથેમેટીકસ એલઝીબ્રા પેપરમાં પેપરસેટરે કોર્ષ બહારનું પૂછતા વિદ્યાર્થીનો હોબાળો : વિદ્યાર્થીઓનો આક્રમક મિજાજ પારખી પ્રશ્નપત્ર રદ્દ કરવાની ફરજ પડી access_time 5:55 pm IST