Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ગુરૃનાનકદેવના ૫૫૦મા જન્મ જયંતિ વર્ષ નિમિતે અનોખુ અભિયાનઃ યુ.એસ.સ્થિત ''ઇકો શીખ'' ઓર્ગેનાઇઝેશનના ઉપક્રમે ભારત સહિત વિશ્વના દેશોમાં ૧ મિલીયન પવિત્ર વૃક્ષો વાવવાનો લક્ષ્યાંકઃ વિશ્વમાંથી પ્રદુષણ ઘટાડવાનો હેતુ

વોશીંગ્ટનઃ યુ.એસ.માં 'ઇકો શીખ' ઓર્ગેનાઇઝેશનના ૧૦મા વર્ષની ઉજવણી નિમિતે ૨૫૦ ઉપરાંત શીખો ભેગા થયા હતા. જેમણે ગુરૃ નાનકદેવની ૫૫૦મી જન્મ જયંતિની ઉજવણી નિમિતે વિશ્વમાંથી પ્રદુષણ ઘટાડવા ભારતના પંજાબ સહિત વિશ્વભરમાં ૧ મિલીયન વૃક્ષો વાવી પવિત્ર વનનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

૧૧ ડિસેં.ના રોજ ઇકોશીખ ઓર્ગેનાઇઝેશનની ઉજવણી નિમિતે વોશીંગ્ટનમાં ભેગા થયેલા ઓર્ગેનાઇઝેશનના હોદેદારોએ જણાવ્યા મુજબ ભારતના પંજાબ ઉપરાંત બેંગલોર તથા દિલ્હી વિસ્તારને પણ પવિત્ર વૃક્ષારોપણ હેઠળ આવરી લેવાશે. જે સ્કુલો, કોલેજો, ગુરૃદ્વારા સહિતના વિસ્તારો આસપાસ વવાશે. અત્યાર સુધીમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, જમ્મુ, તથા ચંદીગઢમાં ૫૫૦ વૃક્ષો વવાઇ ચૂકયા છે.

આ ભગીરથ કાર્યમાં શીખ ઓફ અમેરિકા, ગુરૃ ગોવિંદસિંઘ ફાઉન્ડેશન, ગુરૃદ્વારા જ્ઞાનસાગર, સહિત અનેક લોકો જોડાયા છે.

(7:19 pm IST)