Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

મોબાઇલ નંબર પોર્ટ કરવા માટે હવે એક અઠવાડિયા સુધી રાહ નહીં જોવી પડેઃ સમગ્ર પ્રોસેસમાં 3 દિવસ લાગશે

નવી દિલ્હી; પોતાનો મોબાઇલ નંબર પોર્ટ (MNP) કરવા માટે તમારે એક અઠવાડિયા સુધી રાહ જોવાની જરૂર નથી. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડીયા (TRAI)ના નવા નિયમો અનુસાર આ પ્રક્રિયા હવે પહેલાં કરતાં વધુ સરળ થઇ ગઇ છે. મોબાઇલ નંબર પોર્ટ કરવાનો નવો નિયમ આજથી (16 ડિસેમ્બર)થી લાગૂ થઇ રહ્યો છે.

MNP ના નવા નિયમો અનુસાર આજથી ગ્રાહક પોતાનો નંબર બદલ્યા વિના એક ઓપરેટર થી બીજા ઓપરેટર પર પોર્ટ થઇ જશે. આ સમગ્ર પ્રોસેસમાં હવે ફક્ત 3 દિવસનો સમય લાગશે. તો બીજી તરફ તેના માતે સાત દિવસ સુધીનો સમય લાગતો હતો.

આ છે નિયમ

ટ્રાઇના નવા નિયમ અનુસાર પોસ્ટપેડ કસ્ટમર્સને પોતાનો નંબર પોર્ટ કરાવતાં પહેલાં પોતાના હાલના ટેલિકોમ ઓપરેટરની બાકી રકમની ચૂકવણી કરવી પડશે. પોસ્ટપેડની પુરી રકમ જમા કરાવ્યા બાદ નંબર પોર્ટ કરવાની અરજી કરી શકાય છે.

નવા નિયમ અનુસાર મુજબ હવે ગ્રાહકનો નંબર ફક્ત ત્રણ દિવસમાં જ પોર્ટ થઇ જશે. તેના માટે ટેલિકોમ રેગ્યુલેટર 6.46 રૂપિયાની ટ્રાંજેક્શન ફી વસૂલશે. જોકે જોઇપણ નંબર પોર્ટ કરવા માટે યૂઝરનું કનેક્શન ઓછામાં ઓછું 90 દિવસ જૂનું હોવું જોઇએ.

(5:52 pm IST)