Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

જામિયા હિંસા પર સુપ્રીમ કોર્ટ આકરાપાણીએઃ હિંસા બંધ થશે તો જ સુનાવણી કરીશું

જામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મામલે સુપ્રીમ કોર્ટમા ં કાલે સુનાવણી થશે

નવી દિલ્હી,તા.૧૬:દિલ્હીની જામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ચાલી રહેલા પ્રદર્શનો લઈને સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણી કરવાની માગણી કરવામાં આવી છે. વકીલ ઈન્દિરા જયસિંહે ચીફ જસ્ટિસ એસ એ બોબડેની સામે દલીલ કરી હતી કે સમગ્ર દેશમાં માનવાધિકારોનું ઉલ્લંદ્યન કરવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ મામલે મંગળવારે સુનાવણી કરવાની સહમતિ આપી છે પરંતુ આદેશ આપ્યા છે કે હિંસા બંધ થવી જોઇએ. ચીફ જસ્ટિસે જણાવ્યું છે કે અમે શાંતિપૂર્ણ પ્રદર્શનની વિરુદ્ઘ નથી અને અધિકારોના રક્ષણ માટે પોતાની જવાબદારીને સમજવી જોઇએ.

અરજીકર્તાએ બેંચની સમક્ષ પોલીસ દ્વારા હિંસાનો કથિત વીડિયો હોવાની વાત કરી હતી. જેના જવાબમાં ચીફ જસ્ટિસે અરજીકર્તાને ફટકાર લગાવતા જણાવ્યું હતું કે, આ કોર્ટ રૂમ છે, અહિંયા શાંતિથી પોતાની વાત રાખવી પડશે. અમે આ મામલે મંગળવારે સુનાવણી કરીશું પરંતું પહેલા હિંસા બંધ થવી જોઇએ.

ચીફ જસ્ટિસે હિંસાની દ્યટનાઓ પર નારાજગી વ્યકત કરતા જણાવ્યું હતું કે, કોઇપણ સ્થિતિમાં હિંસા બંધ થવી જોઇએ. જો તમે અમારી પાસે સમાધાન માટે આવ્યા છે તો તમારે શાંતિથી તમારી વાત રાખવી પડશે. જો તમે પ્રદર્શનકારી બનવા માગો છો તો પછી પ્રદર્શન જ કરો. અમે અધિકારોના રક્ષણ માટે પ્રતિબદ્ઘ છીએ. પહેલા આ બધુ (હિંસા) બંધ થવું જોઇએ ત્યારબાદ જ અમે સુનાવણી કરીશું.

ચીફ જસ્ટિસે દિલ્હી પોલીસ દ્વારા હિંસા કરાઈ હોવાના તર્ક પર જણાવ્યું હતું કે, તે કાયદો અને પ્રશાસનની બાબત છે, આવામાં પોલીસે પગલા લેવા જ પડશે. અમે શાંતિપૂર્ણ પ્રદર્શન અને અધિકારોની વિરુદ્ઘ નથી. જાહેર સંપત્ત્િ।ને નુકસાન પહોંચાડી શકાય નહીં. વિરોધ માટે વિદ્યાર્થીઓ કાયદો હાથમાં લઇ શકે નહીં.

(3:50 pm IST)