Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

કાર માલિકોએ સહયાત્રીઓનો લેવો પડશે વિમો

કારમાં યાત્રા કરનાર બધા પેસેન્જરોનો રપ૦૦૦ મેડીકલ ખર્ચ વિમો લેવાની આઇઆરડીએઆઇની ભલામણ

નવી દિલ્હી તા. ૧૬: જો તમે કાર અથવા અન્ય વાહનના માલિક હો તો તમારે કારમાં તમારી સાથે મુસાફરી કરતા સહયાત્રીઓના મેડીકલ ખર્ચનો રપ૦૦૦ રૂપિયા સુધીનો વિમો લેવા માટે પ્રિમીયમ ભરવું પડી શકે છે. અકસ્માતના કારણે થતા મેડીકલ ખર્ચના કવરેજ માટે મોટર કારમાં મુસાફરી કરતા દરેક યાત્રીનું રપ૦૦૦ સુધીનો વીમો લેવા માટેની ભલામણ આઇઆરડીએઆઇની વર્કીંગ કમીટીએ કરી છે. આના માટેનું પ્રિમીયમ વિમો આપનાર કંપની નકકી કરશે.

ડ્રાફટ પ્રપોઝલમાં કરાયેલ ભલામણ અનુસાર, વિમો ધરાવતી મોટરકારમાં મુસાફરી કરતા દરેક મુસાફરનું રપ૦૦૦ રૂપિયાનું કવરેજ મુળ પોલિસીમાં આવરી લેવું અને આના માટેનું પ્રિમીયમ વિમા કંપનીએ લેવાનું રહેશે.

વાહનની બેઠક સંખ્યા અનુસાર, કાર્યકારી સમિતિએ ઇનબીલ્ટ અકસ્માત માટે મેડીકલ ખર્ચનું કવરેજ દરેક કાર ધારકે લેવાનું રહેશે. ભલામણ અનુસાર કારમાં નિશ્ચિત બેઠક સંખ્યાથી વધારે પેસેન્જરો અકસ્માત વખતે બેઠેલા સાબિત થાય તો આ વિમાનો લાભ નહીં મળે દાખલા તરીકે, એક કારની સીટીંગ કેપેસીટી ડ્રાઇવર સહિત ૪ ની હોય અને અકસ્માત વખતે જો તેમાં પાંચ મુસાફરો બેઠેલા હશે તો આ મેડીકલ એકસપેન્સ કલેઇમ પાસ નહીં થાય.

કાર્યકારી સમિતિ વર્તમાન પેસેન્જર અને કોમર્શીયલ વાહનોના વીમામાં સુધારાની ઘણી બધી અન્ય ભલામણો પણ કરી છે. આ ભલામણો આજે ૧૬ ડીસેમ્બરે રસ ધરાવતા લોકોની જાણ માટે જાહેર કરવામાં આવશે.

(3:49 pm IST)