Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

શિરડીઃ એક વર્ષમાં ૮૮ શ્રદ્ધાળુઓ ગુમ

મુંબઇ હાઇકોર્ટે આપ્યા તપાસના આદેશ : ગુમ થનારમાં મોટા ભાગની મહિલાઓ

શિરડી, તા.૧૬:  સાંઇબાબાના દર્શન માટે શિરડી આવતા શ્રદ્ધાળુઓ સતત ગુમ થઇ રહ્યા છે. તેમના કોઇ અપહરણ કરે છે કે તેમની સાથે કંઇ અનહોની થઇ રહી છે તે જણાવવામાં શિરડી પોલિસ નિષ્ફળ સાબિત થઇ છે.

એક પીડિતે આરટીઆઇ નોંધાવીને માહિતી માંગીતો સનસનીખેજ સત્ય બહાર આવ્યું કે છેલ્લા એક વર્ષમાં શિરડીમાંથી ૮૮ લોકો ગુમ થઇ ગયા છે. આ આંકડો નો શિરડી પોલિસમાં નોંધાયેલા લોકોનો જ છે. એવી શંકા છે કે ગુમ થયેલા લોકોની સંખ્યા આનાથી ઘણી વધારે હોઇ શકે છે. ગુમ થયેલા લોકોમાં વધારે તો મહિલાઓ છે જે પોતાના પરિવાર સાથે દર્શન માટે શિરડી આવી હતી. હાઇકોર્ટની બેંચે અહમદનગરના પોલિસ અધિક્ષકને તપાસ માટે એક ખાસ ટીમની રચના કરવાનાો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે ગુમ થયેલા લોકોમાં મોટા ભાગના સાંઇબાબાના દર્શન માટે શિરડી આવ્યા હતા. જયારે કોઇ ગુમ થઇ જાય ત્યારે પરિવાર લાચાર બની જાય છે મોટાભાગના લોકો પોલીસમાં ફરીયાદ નથી કરતા અને ભાગ્યે જ કોઇ કેસ કોર્ટ સુધી પહોંચે છે.

(3:48 pm IST)
  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ લોકસભાની સીટ 543થી વધારીને 1000 કરવા અને રાજ્યસભાની બેઠકોમાં પણ વધારો કરવા હિમાયત કરી : પ્રણવદાએ કહ્યું કે દેશમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ માટે મતદાતાઓની સંખ્યા નિર્ધારિત કરતા ઘણી વધારે છે : પ્રણવ મુખરજીએ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા અટલ બિહારી વાજપેય સ્મૃતિ વ્યાખ્યાનમાં સતાધારી પાર્ટીને બહુસંખ્યકવાદ વિરુદ્ધ સતર્ક કર્યા હતા : તેઓએ કહ્યું કે લોકોએ બહુમતી આપી હશે પરંતુ મોટાભાગના મતદારોએ કોઈ એક પાર્ટીને ક્યારેય સમર્થન કર્યું નથી access_time 1:04 am IST

  • દેશના ઉત્તર પૂર્વના રાજ્યોની મુલાકાત લેવાની અમિત શાહમાં હિંમત નથી : બાંગ્લાદેશના વિદેશ મંત્રી અને જાપાનના પ્રધાન મંત્રીની મુલાકાત પણ રદ કરવી પડી : દેખાવકારો ઉપર હિંસા આચરી માનવ અધિકારોનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે : નાગરિકતા સંશોધન બિલ મુદ્દે સોનિયા ગાંધીનો પ્રકોપ access_time 8:17 pm IST

  • ગ્વાલિયર કલેક્ટરનો હુકમ: બંદુકનું લાયસન્સ જોઇએ તો ગૌશાળાને 10 ઘાબળા આપો: ગ્વાલિયર કલેક્ટર અનુરાગ ચૌધરીએ લાલ ટીપારા અને ગોલાનાં મંદિર સ્થિત ગૌશાળાનું નિરિક્ષણ કર્યું : નિરિક્ષણ દરમિયાન ગાયોની સ્થિતિને જોઇને તેમણે જીલ્લામાં બંદૂકનું લાયસન્સ માટે ગૌશાળાને ધાબળા અપાવવા આવો નિર્ણંય કર્યો access_time 12:28 am IST