Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

આગામી દોઢ મહિના સુધી ૪૬ ટ્રેન ન દોડાવવા નિર્ણય

ધુમ્મસના કારણે ભારતીય રેલવે દ્વારા નિર્ણય થયો : અન્ય ૪૮ ટ્રેનો સપ્તાહમાં એકથી ત્રણ દિવસ જ ચલાવાશે

નવી દિલ્હી, તા. ૧૬: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીના કારણે જનજીવન પર માઠી અસર થઇ રહી છે. બીજી બાજુ કાતિલ ઠંડીના કારણે ધુમ્મસની સ્થિતીને ધ્યાનમાં લઇને સાવચેતીના પગલારૂપે રેલવે દ્વારા આગામી દોઢ મહિના સુધી ૪૬ ટ્રેનો ન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આના કારણે પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. મંડળમાં પહેલાથી જ પરેશાનીનો સામનો કરી રહેલા રેલવે યાત્રીઓની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.

હવે ઉતર રેલવે દ્વારા આગામી દોઢ મહિના સુધી એટલે કે ૩૧મી જાન્યુઆરી સુધી ૪૬ ટ્રેનો ન દોડાવવા માટેનો નિર્ણય કર્યો છે. ધુમ્મસના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાત ૪૮ ટ્રેનો સપ્તાહમાં એકથી ત્રણ દિવસ સુધી દોડનાર છે. તેમાં મંડળમાંથી પસાર થનાર ૨૦ ટ્રેનો પણ સામેલ છે. આ ટ્રેનો રદ કરવામાં આવ્યા બાદ રેલવે યાત્રીઓન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

રેલવે અધિકારીઓના કહેવા મુજબ આ સિઝનમાં જોરદાર ધુમમસની સ્થિતી જોવા મળી રહી છે. રેલવે સંચાલનમા ભારે તકલીફ થઇ રહી છે. રૂટીન ટ્રેનોને સમય પર દોડાવવા માટે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે.જુદી જુદી ટ્રેનોને રદ કરવામાં આવતા આવનાર સમયમાં ઠંડીની સિઝનમાં જોરદાર હેરાનગતિ યાત્રીઓને થઇ શકે છે. દેશભરમાં કાતિલ ઠંડીની સ્થિતી વચ્ચે હાલમાં ધુમ્મસની ચાદર પણ ફેલાયેલી છે.

ધુમ્મસના કારણે અકસ્માતના બનાવોમાં પણ વધારો થાય છે. ક્રિસમસના દિવસો  પહેલા હાલમાં ભારે વરસાદની શક્યતા દેખાઇ રહી છે.

૨૫મી ડિસેમ્બર પહેલા વરસાદની ચેતવણી જારી કરવામાં આવ્યા બાદ તંત્ર સંપૂર્ણપણે સાવચેત છે. ધુમ્મસના કારણે વાયુ પ્રદુષણ વધે તેવા સંકેત દેખાઇ રહ્યા છે.

(3:32 pm IST)
  • રાજયના મહેસુલ કર્મચારી ની હડતાલ સમેટાઇઃ રાજય સરકારે તમામ માંગણીઓ સ્વીકારી લીધીઃ ટુંક સમયમાં કલાર્ક અને નાયબ મામલતદારોને પ્રમોશનઃ ખાલી જગ્યાઓ તુરત ભરાશેઃ રેવન્યુ તલાટીઓને પંચાયતમાં મોકલવા અંગે પણ ઝડપથી નિર્ણયઃ કાલથી તમામ કલેકટર મહેશુલી કચેરીઓ ધમધમતી થશેઃ રાહતનો શ્વાસ લેવા અધિકારી access_time 4:24 pm IST

  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ લોકસભાની સીટ 543થી વધારીને 1000 કરવા અને રાજ્યસભાની બેઠકોમાં પણ વધારો કરવા હિમાયત કરી : પ્રણવદાએ કહ્યું કે દેશમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ માટે મતદાતાઓની સંખ્યા નિર્ધારિત કરતા ઘણી વધારે છે : પ્રણવ મુખરજીએ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા અટલ બિહારી વાજપેય સ્મૃતિ વ્યાખ્યાનમાં સતાધારી પાર્ટીને બહુસંખ્યકવાદ વિરુદ્ધ સતર્ક કર્યા હતા : તેઓએ કહ્યું કે લોકોએ બહુમતી આપી હશે પરંતુ મોટાભાગના મતદારોએ કોઈ એક પાર્ટીને ક્યારેય સમર્થન કર્યું નથી access_time 1:04 am IST

  • રાજકોટમાં વધુ બે નવા ઓવરબ્રીજની જાહેરાત: કાલાવડ રોડ ઉપર જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસે અને ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ઉમિયા ચોક ખાતે ઓવર બ્રીજ બનાવવાની સ્ટેન્ડીંગ કમીટી દ્વારા સરકારમાં દરખાસ્ત access_time 12:56 pm IST