Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ઉંમર ખોટી બતાવવા બદલ આઝમ ખાનના દિકરાની ધારાસભ્ય તરીકેની માન્યતા કેન્સલ

અલ્હાબાદ હાઈકોર્ટે અબ્દુલ્લા આઝમની ધારાસભ્ય તરીકે માન્યતા રદ કરી

અલ્હાબાદ : સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનને મોટો ઝાટકો લાગ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમની ધારાસભ્ય તરીકે માન્યતા રદ કરી છે. અબ્દુલ્લા આઝમ પર આરોપ છે કે ચૂંટણી સમયે તેને તેની ઉંમર ખોટી દેખાડી હતી અને તે માટે તેને નકલી દસ્તાવેજનો ઉપયોગ કર્યો હતો.

અબ્દુલ્લા આઝમ વિરૂદ્ધ બસપાના ઉમદાવાર કાઝિમ અલીને ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ચૂંટણી સમયે અબ્દુલ્લા 25 વર્ષના ન હતા. અબ્દુલ્લા વિરૂદ્ધ થયેલી ફરિયાદ બાદ અલ્હાબાદ હાઈકોર્ટે 27 સપ્ટેમ્બરે પોતાનો ચૂકાદો સુરક્ષિત રાખ્યો હતો. અબ્દુલ્લા આઝમ સપા સાંસદ આઝમ ખાનના નાના પુત્ર છે. 2017ની યુપી વિધાનસભા ચૂંટણીમાં અબ્દુલ્લાએ પહેલી વખત ચૂંટણી લડી હતી. અબ્દુલ્લાએ રામપુર ક્ષેત્રની સ્વાર વિધાનસભા સીટથી ચૂંટણી જીતી હતી.

(2:02 pm IST)