Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ભાજપના મહારાષ્ટ્રના ધારાસભ્યો વિધાનસભામાં ''હું પણ સાવરકર'' લખેલી ટોપી પહેરીને આવ્યા

ભાજપના સભ્યો કેસરી રંગની ટોપી પહેરીને આવ્યા:જેના પર લખેલું હતું 'મી પણ સાવરકર'

નાગપુર : દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મારું નામ રાહુલ ગાંધી છે, રાહુલ સાવરકર નથી એવા કરેલા નિવેદનના જવાબમાં ભાજપના મહારાષ્ટ્રના ધારાસભ્યો વિધાનસભામાં હું પણ સાવરકર લખેલી ટોપી પહેરીને આવ્યા હતા.

 હાલ મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર નાગપુરમાં ચાલી રહ્યું છે. નાગપુર મહારાષ્ટ્રની શિયાળુ રાજધાની છે.  વિધાનસભાની બેઠક શરૂ થઇ ત્યારે પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસની આગેવાની હેટળ ભાજપના સભ્યો કેસરી રંગની એવી ટોપી પહેરીને આવ્યા હતા જેના પર લખેલું હતું 'મી પણ સાવરકર' (હું પણ સાવરકર છું)

  અત્રે ઉલ્લેખનીય છે કે નાગપુરમાં મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે વીર સાવરકરના મુદ્દે અમારા અગાઉના વલણમાં કોઇ ફેરફાર થયો નથી. અમારા સાથી પક્ષો (કોંગ્રેસ એમ વાંચવું )એ જાહેરમાં વીર સાવરકર વિશે બોલંતા વિચાર કરવો. વીર સાવરકરનું અપમાન કોઇ મરાઠી માણસ સહન નહીં કરે.

દરમિયાન વીર સાવરકરના પૌત્ર રણજિત સાવરકરને પોતાના દાદાનું અપમાન કરવાના કહેવાતા આરોપ બદલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કોર્ટમાં દાખલ કર્યો હતો.

(12:11 pm IST)