Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

મને લાફો મારી વાળ ખેંચી ઢસડીને ઘરમાંથી કાઢી મૂકી

તેજ પ્રતાપની પત્ની ઐશ્વર્યાએ સાસુ રાબડી દેવી અને નણંદ મીસા ભારતી વિરૂધ્ધ એફઆઇઆર નોંધાવી

નવી દિલ્હી,તા.૧૬: RJD સુપ્રીમો લાલુ પ્રસાદના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવના પત્ની ઐશ્વર્યા રાયે પોતાના પતિ, પોતાની સાસુ-બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને નણંદ મીસા ભારતી પર એફઆઇઆર નોંધાવી છે. પટનાના ૧૦ સર્કુલર રોડ સ્થિત રાબડીદેવીના દ્યરની બહાર રવિવારે મોડી સાંજે ઐશ્વર્યાએ આરોપ મૂકયો કે રાબડી દેવીએ પોતાની મહિલા સુરક્ષાકર્મીઓની સાથે મળી તેના વાળ ખેંચ્યા અને મારપીટ કરી દ્યરમાંથી બહાર નીકાળી દીધા.

મહિલા પોલીસ સ્ટેશનના એસએચઓ આરતી કુમારી જયસવાલે કહ્યું કે પોલીસે ત્રણેય લોકોની વિરૂદ્ઘ ઐશ્વર્યાની એફઆઇઆર મળી ગઇ છે અને હવે અમે આગળની કાર્યવાહી કરીશું. ઐશ્વર્યાએ આરોપ મૂકયો કે તેજ (ઐશ્વર્યાના પતિ જેના છૂટાછેડાનો કેસ કોર્ટમાં વિચારધીન છે)ના તેના માતા-પિતાને લઇ આપત્ત્િ।જનક પોસ્ટર (પટનાની બીએન કોલેજમાં લગાવ્યા પોસ્ટર) લગાવ્યા અંગે જયારે મેં મારી સાસુને પૂછયું તો પોતાના મહિલા સુરક્ષાકર્મીની સાથે મળી મારા વાળ ખેંચીને મારી સાથે મારપીટ કરી અને મારો મોબાઇલ ફોન છીનવી લીધો. મોબાઇલમાં આ દ્યટનાને લઇ પુરાવા હતા. મારો બધો સામાન લઇ સુરક્ષાકર્મીઓની મદદથી મને ઢસેડીને દ્યરમાંથી બહાર કાઢી મૂકી.

ઐશ્વર્યાએ આરોપ મૂકયો કે આ આખી દ્યટનાની માહિતી તેમના દિયર (બિહાર વિધાનસભામાં પ્રતિપક્ષના નેતા અને લાલુના નાના દીકરા) તેજસ્વી પ્રસાદ યાદવને છે પરંતુ તેઓ કંઇ કરતા નથી. ઐશ્વર્યાએ રાબડી પર જમવાનું નહીં આપવાનો આરોપ મૂકતા કહ્યું કે આની અગાઉ ગયા સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ દરમ્યાન પણ મને દ્યરમાંથી કાઢી મૂકી હતી પરંતુ કોર્ટના હસ્તક્ષેપ બાદ તે પોતાના દ્યરમાં પાછી જતી રહી હતી.

ઉલ્લેખનીય છે કે આ દ્યટના બાદ તેજપ્રતાપ યાદવ અને ના તો પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીનું કોઇ નિવેદન સામે આવ્યું નથી. ઐશ્વર્યાના પિતા ચંદ્રિકા રાયે પોતાના જમાઇ તેજ પ્રતાપ યાદવને એક ગાંડો છોકરો ગણાવ્યો છે. તેમણે પોતાની દીકરી સાથે રાબડી દેવીના વર્તનને લઇ ઇશારો કરતા કહ્યું કે આપણે રાજકીય લડાઇ તો લડીશું જ રાબડી દેવીને એકસપોઝ પણ કરીશું. જે દ્યરની મહિલાની સુરક્ષા નથી કરતા તે બહાર આવીને મહિલાઓને શું સુરક્ષા આપશે.

ઐશ્વર્યાના માતા પૂર્ણિમા રાયે પણ આરોપ મૂકયો કે ઐશ્વર્યાને દ્યરમાં ખાવાનું પણ આપતા નથી. તેઓ પોતાના દ્યરેથી જમવાનું તેને મોકલતા હતા. બિહાર વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ તેજસ્વીએ આ મામલે મીડિયા સાથે વાતચીતમાં આરોપ મૂકયો કે આ વર્તમાનના જવલંત મુદ્દાથી લોકોનું ધ્યાન હટાવા માટે આ તમામ ક્રિયાકલાપ ત્યાંથી થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે આ કેસ અંગે મારે કંઇ કહેવું નથી. આ બે લોકોની વચ્ચેનો મામલો છે અને આ કોર્ટની સમક્ષ છે અને કોર્ટ તેના પર નિર્ણય લેશે.

આ બધાની વચ્ચે આરજેડી પ્રવકતા અને ધારાસભ્ય શકિતસિંહ યાદવે ઐશ્વર્યા દ્વારા રાબડી પર મારપીટના આરોપને નિરાધાર ગણાવતા કહ્યું કે એ સમયે તેઓ રાબડી દેવીના દ્યરે જ હાજર હતા. ત્યારબાદ સચિવાલય પોલીસ સ્ટેશને ઐશ્વર્યાના પૂછપરચ્છ માટે મહિલા પોલીસ સ્ટેશન લઇ ગયા. ઉલ્લેખનીય છેકે ઐશ્વર્યા રાયના મે ૨૦૧૮મા તેજ પ્રતાપ સાથે લગ્ન થયા હતા. ગયા સપ્ટેમ્બર મહિનામાં પણ ઐશ્વર્યાએ રાબડી દેવી પર મારપીટનો આરોપ મૂકયો હતો. એ સમયે તેમના માતા-પિતા બંને ૧૦ સર્કુલર રોડ પર પહોંચીને ધરણા પર બેસી ગયા હતા. બાદમાં સુલેહ બાદ ઐશ્વર્યાને તેના સાસરામાં જગ્યા મળી હતી.

(11:38 am IST)