Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

રેલ્વેમાં ૫૦ ટકા કર્મચારીઓ ઘટાડવાની તૈયારી

આકર્ષક અને ફાયદાકારક વી.આર.એસ. યોજના લાગુ કરાશેઃ આઉટસોર્સીંગને આપવામાં આવશે પ્રોત્સાહન

નવી દિલ્હી તા ૧૬  રૂ  સરકારે રેલ્વેમાં સુધારાના નામે કર્મચારીઓની સંખ્યા પ૦ ટકા સુધી ઘટાડવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. રેલ્વે કર્મચારીઓ માટે આકર્ષક, લાભદાયક સ્વૈચ્છિક સેવા નિવૃતી યોજના લાગુ કરવામાં આવશે અને આઉટસોર્સીગ ને પ્રોત્સાહન આપવામાં આવશે.

રેલ્વે પ્રધાન પીયુષ ગોયલની અધ્યક્ષતામાં ભારતીય રેલ્વેમાં સુધારાઓ અંગે આયોજીત એક કાર્યક્રમમાં આ વતા જાહેર થઇ છે. રેલ્વેના ૬૦ ટકા નાણા કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શન ઉપર ખર્ચ થઇ રહ્યા છે. અને ઘટાડવાની યોજના છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, રેલ્વે ચીનના નકરો કદમ પર ચાલી રહી છે.

ચીનમાં ૧ લાખ ૬૦ હજાર કિલોમીટરના રૂટ પર ફકત ચાર લાખ કર્મચારીઓ ટ્રેન ચલાવી શકતા હોય તો ભારતમાં આવું કેમ ન થઇ શકે. અત્યારે ભારતમાં એક લાખ સાત હજાર કી.મી.ના રૂટ પર ૨૨ હજાર ટ્રેન-માલગાડીઓ ચાલે છે અને તેના માટે ૧૩.૮૦ લાખ કર્મચારીઓ કામ કરે છે.

રેલ્વેમાં ૩૦ વર્ષની નોકરી કરી ચુકેલા અથવા ૫૫ વર્ષની વયના કર્મચારીઓ ઉપર ફરજીયાત સેવા નિવૃતીની તલવાર પહેલાથી લટકેલી છે. આવા સી અને ડી ગ્રેડ શ્રેણીના કર્મચારીઓનો ડેટા તૈયાર કરાઇ રહયો છે. સરકાર ફન્ડામેન્ટલ રૂલના સેકશન-૫૬ હેઠળ કર્મચારીને છુટાકરી શકે છે.

(10:57 am IST)