Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

પેનના ઝઘડામાં ૧૦ વર્ષની છોકરીએ ૮માં ધોરણની સ્ટુડન્ટનું મર્ડર કર્યુ, માતા-પિતાએ બોડી સળગાવી દીધી

જયપુર, તા.૧૬: જયપુર બહારી વિસ્તાર ચાકસૂમાં બુધવારે ૮માં ધોરણની એક વિદ્યાર્થિની મૃત અવસ્થામાં મળી. છોકરી પરીક્ષા આપવા માટે સ્કૂલ ગઈ હતી, જયાંથી ગુમ થઈ ગઈ હતી. ગુમ થયા બાદ પરિવારજનોએ તેની શોધખોળ ચાલુ કરી હતી. ૮માં ધોરણની વિદ્યાર્થિની ડેડબોડી ગુરુવારે સવારે લોહીલુહાણ હાલતમાં મળી. પોલીસે આ ઘટના બાદ શનિવારે કહ્યું કે, તેની હત્યા તે જ સ્કૂલમાં ભણનારી એક ૧૦ વર્ષની વિદ્યાર્થિનીએ પેન માટે કરી દીધી હતી.

આરોપ છે કે, બુધવારે એક છોકરીએ ૮માં ધોરણની છોકરીની પેન છીનવી લીધી હતી, જયારબાદ ઝઘડો થયો હતો. તે વખતે કોઈ રીતે ઝદ્યડો શાંત થયો પણ જયારે પીડિત છોકરી ઘરે જઈ રહી હતી ત્યારે અચાનક ફરી ઝઘડો થઈ ગયો. અધિકારીનું કહેવું છે કે, 'છોકરીએ પહેલા ૮માં ધોરણની વિદ્યાર્થીનીને લોખંડના સળિયાથી મારી, બાદમાં ધારદાર વસ્તુથી ૧૯ વખત હુમલો કર્યો. આના કારણે છોકરીનું મોત થઈ ગયું.'

પોલીસનું કહેવું છે કે, છોકરીએ આ ઘટના બાદ સાંજે આખી વાતની જાણકારી પોતાની માતાને આપી. ત્યારબાદ તે આ ઘટનાને છૂપાવવામાં જોતરાઈ ગયા. છોકરી અને તેની માતા, બંનેએ મળીને શબને એક કોથળામાં ભર્યું અને ઘરની નજીક તળાવ પાસે ફેંકી દીધું.

છોકરીની માતાએ આ વાતની જાણકારી પોતાના પતિને આપી. પછી દંપતીએ મળીને કોથળો કાઢયો અને તેને નષ્ટ કરી દીધો. DCPએ જણાવ્યું કે, આરોપી છોકરીને કસ્ટડીમાં લેવામાં આવી છે જયારે માતા-પિતાને મૃતદેહ સળગાવી દેવાના આરોપમાં અરેસ્ટ કર્યા છે.

(10:20 am IST)