Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

મોદી સરકારની મોટી જીત

ભારત અમારા ગેરકાયદેસર નાગરિકોની યાદી આપે, અમે પાછા લેવા તૈયાર છીએઃ બાંગ્લાદેશ

ઢાકા, તા.૧૬: બાંગ્લાદેશના વિદેશ પ્રધાન એ.કે. અબ્દુલ મોમીને કહ્યું છે કે અમે ભારત સરકારને વિનંતી કરી છે કે એમના દેશમાં જો કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો રહેતા હોય તો એમના નામોની અમને યાદી આપે. અમે એમને પાછા આવવા દઈશું.

ભારતના નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશિપ (ફય્ઘ્) અંગેના એક સવાલના જવાબમાં મોમીને કહ્યું કે ભારત સાથે અમારા દેશના સંબંધો સારા છે અને દ્યણા મધુર છે. ફય્ઘ્દ્ગચ કારણે એની પર કોઈ અવળી અસર નહીં પડે.

બાંગ્લાદેશના વિદેશ પ્રધાન એ.કે. અબ્દુલ મોમીન કહ્યું કે ભારતે કહ્યું છે કે ફય્ઘ્ પ્રક્રિયા એની આંતરિક બાબત છે અને એણે બાંગ્લાદેશ સરકારને ખાતરી આપી છે કે એ બાંગ્લાદેશને કોઈ અવળી અસર પડવા નહીં દે.

મોમીને એમ પણ કહ્યું કે કેટલાક ભારતીય નાગરિકો આર્થિક કારણોસર વચેટિયાઓની મદદથી બાંગ્લાદેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા છે. અમારા નાગરિકો સિવાય જો બીજું કોઈ પણ બાંગ્લાદેશમાં ગેરકાયેદસર રીતે પ્રવેશ કરશે તો અમે એમને પાછા મોકલી દઈશું.

મોમીને કહ્યું કે ભારતમાં જો બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે રહેતા હોય તો ભારત સરકાર અમને એમના નામોની યાદી આપે. અમે અમારા નાગરિકોને પાછા આવવા દઈશું, કારણ કે એ લોકોને એમના પોતાના દેશમાં પ્રવેશવાનો અધિકાર છે.

(10:18 am IST)