Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

જામિયા હિંસા : સ્ટુડન્ટસની મુકિત બાદ સવારે ૪ વાગ્યે આંદોલન ખતમઃ જામિયા કેમ્પસમાં ૫ જાન્યુઆરી સુધી રજા

જામિયા હિંસાની વિરૂદ્ઘ જામિયાના સ્ટુડન્ટસ ઉપરાંત જેએનયૂ અને બીજા સંગઠનોના લોકોએ પોલીસ હેડકવાટર્સ પર આંદોલન શરૂ કરી દીધું: હિંસક ઘર્ષણમાં સ્ટુડન્ટસ અને પોલીસકર્મી ઘાયલ થઈ ગયાઃ પ્રદર્શનકર્તાઓએ બસો અને વાહનોમાં આગ લગાવી દીધી

નવી દિલ્હી, તા.૧૬: નાગરિકતા સંશોધન કાયદા૨૦૧૯)ને લઈ રવિવાર સાંજે રાજધાની દિલ્હીના જામિયા વિસ્તારમાં શરૂ થયેલું વિરોધ પ્રદર્શન પહેલા ઉગ્ર થયું, જેણે બાદમાં હિંસક સ્વરૂપ લઈ લીધું. પોલીસ અને પ્રદર્શનકર્તાઓ વચ્ચે હિંસક દ્યર્ષણમાં સ્ટુડન્ટ્સ અને પોલીસકર્મી દ્યાયલ થઈ ગયા. પ્રદર્શનકર્તાઓએ બસો અને વાહનોમાં આગ લગાવી દીધી. જામિયામાં આ હિંસાની વિરુદ્ઘ જામિયાના સ્ટુડન્ટ્સ ઉપરાંત જેએનયૂ અને બીજા સંગઠનોના લોકોએ પોલીસ હેડકવાટર્સ પર આંદોલન શરૂ કરી દીધું. મોડી રાત્રે પોલીસે ૫૦ સ્ટુડન્ટ્સને મુકત કર્યા બાદ સોમવાર વહેલી સવારે ૪ વાગ્યે આ આંદોલન ખતમ થયું.

જામિયા વિસ્તારમાં સ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. સરકારે વિસ્તારમાં આવેલી સ્કૂલોમાં રજા જાહેર કરી દીધી છે. જામિયા કેમ્પસમાં ૫ જાન્યુઆરી સુધી રજા જાહેર કરી દેવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસની વાત કહી. સોમવારે પોલીસ અને સ્ટુડન્ટ્ના એક દળની મુલાકાત થઈ શકે છે.

આ પહેલા રવિવાર સાંજે દેશની રાજધાની દિલ્હીના જામિયા વિસ્તારમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શને ઉગ્ર રૂપ ધારણ કરી લીધી હતું. પ્રદર્શનકર્થાઓએ જુલેનાની પાસે ત્રણ બસોમાં આગ લગાડી દીધી. પ્રદર્શનને રોકવા માટે પોલીસે પાણી, ટીયરગેસનો ઉપયોગ કર્યો. જામિયા અને જેએનયૂના સ્ટુડન્ટ્સને બીજા સંગઠનોનું સમર્થન મળ્યું છે. વિરોધ પ્રદર્શનમાં ભીમ આર્મી પણ સામેલ થઈ ગઈ. ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાખ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા પહોંચ્યા. અડધી રાત સુધી સ્ટુડન્ટ્સ પોલીસ હેડકવાટર્સની સામે પ્રદર્શન કરતા રહ્યા.

વહેલી પરોઢ ૩:૪૨ વાગ્યે દિલ્હી પોલીસે જણાવ્યું કે અટકાયત કરેલા ૩૫ સ્ટુડન્ટ્સને કાલકાજી પોલીસ સ્ટેશનથી છોડી દેવામાં આવ્યા. આ ઉપરાંત ૧૫ સ્ટુડન્ટ્સને ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીથી મુકત કરાયા. મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસે વિરોધ પ્રદર્શન દરમિયાન ૫૦થી વધુ સ્ટુડન્ટ્સની અટકાયત કરી હતી.

જામિયાના કુલપતિ નજમા અખ્તરનું કહેવું છે કે પોલીસની કાર્યવાહી નિંદનીય છે, જે સ્ટુડન્ટ્સ લાઇબ્રેરીની અંદર હતા, તેમને બહાર કાઢવામાં આવ્યા અને તેઓ સુરક્ષિત છે.

જામિયા મિલિયા ઇસ્લામિયા વિશ્વવિદ્યાલયના ચીફ પ્રાઙ્ખકટરે કહ્યુ કે, પોલીસે બળપૂર્વક પરિસરમાં પ્રવેશ કર્યો છે. તેઓએ પરિસરમાં આવવાની કોઈ મંજૂરી નથી આપવામાં આવી. અમારા કર્મચારીઓ અને સ્ટુડન્ટ્સને મારવામાં આવ્યા અને પરિસર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા છે.

(10:04 am IST)