Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

નાગરિકતા કાનૂનનો ફેંસલો ૧૦૦૦ ટકા સાચો છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ઝારખંડમાં ડુમકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જોરદાર પ્રચાર :દેશમાં અરાજકતા ફેલાવવાનો કોંગ્રેસ પર આક્ષેપો : પાક દ્વારા જે કામ પહેલા કરાતું હતું તે કામો હવે કોંગ્રેસ કરે છે

ડુમકા, તા. ૧૫ : નાગરિકતા કાનૂનને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો ઉપર આજે તેજાબી પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગઇકાલ સુધી જે કામ પાકિસ્તાન કરી રહ્યું હતું તે આજે કોંગ્રેસ કરી રહી છે. દેશમાં અરાજકતા ફેલાવવાનો આક્ષેપ કરતા મોદીએ કહ્યું હતું કે, જે રીતે દેશમાં આગ લગાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે જેનાથી સ્પષ્ટ થઇ ગયું છે કે, નાગરિકતા કાનૂન અંગેનો નિર્ણય ૧૦૦૦ ટકા સાચો છે અને દેશના હિતમાં છે. ઝારખંડના ડુમકામાં આયોજિત ચૂંટણી રેલીમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ અને તેના સાથી પક્ષો તોફાન સર્જવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમની વાત ચાલતી નથી ત્યારે આગ ફેલાવવાના પ્રયાસ કરવામાં આવે છે. આ આગ જે લોકો લાગવી રહ્યા છે તે લોકો કોણ છે તે તેમના વસ્ત્રોથી જાણી શકાય છે. દેશના કલ્યાણ કરવાની અથવા તો દેશના લોકોના હિતમાં નિર્ણય લેવાની કોંગ્રેસ પાસેથી કોઇ અપેક્ષા રાખી શકાય તેમ નથી.

              પરિવાર અંગે જ નિર્ણય કરી રહ્યા છે. દુનિયાના આઠ દેશોમાં ભારતીય દૂતાવાસની બહાર વિદેશી કોંગ્રેસના પ્રદર્શન પર કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, લંડનમાં ભારતના દૂતાવાસ રહેલા છે. ૧૩૦ કરોડ દેશવાસીઓનું ભારતના લોકો પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જ્યારે રામ જન્મભૂમિ અંગે નિર્ણય કરાયો ત્યારે પાકિસ્તાનના લોકોએ  જઇને લંડનમાં ભારતીય દૂતાવાસની બહાર દેખાવો કર્યા હતા. કલમ ૩૭૦નો નિર્ણય થયો ત્યારે પાકિસ્તાનના લોકોએ હાઇકમિશનની સામે જઇને દેખાવો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, હવે કોંગ્રેસનું કામ પણ પાકિસ્તાન જેવું થઇ ગયું છે. પાકિસ્તાન ભારતને બદનામ કરવાના પ્રયાસમાં છે અને કોંગ્રેસનું કામ પણ હવે આજ રહી ગયુ છે. જે કામ લંડનમાં પાકિસ્તાનના લોકો કરતા રહ્યા છે. પાકિસ્તાનના પૈસાથી કેટલાક વેચાઈ જતાં લોકો દ્વારા જે કામ કરવામાં આવતું હતું તે કામ હવે કોંગ્રેસના લોકો કરી રહ્યા છે. આનાથી શરમજનક બાબત કોઇપણ હોઈ શકે નહીં. દુનિયાના દેશોમાં ભારતના દૂતાવાસની સામે ભારતના લોકો પ્રદર્શન કરે તે બાબત શોભતી નથી. જો કોઇ ફરિયાદ છે તો ભારતમાં રજૂ કરી શકે છે.

               દુનિયામાં ભારતને બદનામ કરવાના પ્રયાસો કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ એક દિવસ પહેલા જ દિલ્હીમાં ભારત બચાવો રેલીના સમયે દુનિયાના અન્ય દેશોમાં સ્થિત ભારતીય મિશનોની બહાર દેખાવો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ અને સાથી પક્ષોને સમજી લેવાની જરૂર છે કે, હિંસા ઉપર જે લોકો આંખો બંધ કરી રહ્યા છે તે દેશના લોકો જોઈ રહ્યા છે. આનાથી દેશના લોકોનો વિશ્વાસ વધી ગયો છે કે, સંસદે નાગરિકતા કાનૂન બનાવીને લોકોને બચાવવાનું કામ કર્યું છે. દેશની સંસદે નાગરિકતા કાનૂન સાથે સંબંધિત મોટા ફેરફાર કર્યા છે. આનાથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવનાર લઘુમતિઓને ફાયદો થશે. આ લોકોએ ત્રણેય દેશોમાં ખુબ અત્યાચારનો સામનો કર્યો છે. હિન્દુ, ખ્રિસ્તી, શીખ, પારસી, જૈન અને બૌદ્ધ શરણાર્થીઓને ભારતની નાગરિકતા હવે આપવામાં આવનાર છે.

આનાથી કોંગ્રેસની તકલીફ વધી ગઈ છે. કોંગ્રેસની પાસે કોઇ રોડમેપ નથી. તેના સાથી પક્ષો પાસે પણ કોઇ રોડમેપ નથી. આવી સ્થિતિમાં બિનજરૂરી હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. મોદીએ કહ્યું હતું કે, ૨૦૧૪થી પહેલા અહીં જે મુખ્યમંત્રી હતા તેઓ ૩૦થી ૩૫ હજાર ઘરના નિર્માણના દાવા કરતા હતા. પોતાની મોટી સિદ્ધિ ગણાવતા હતા. અમે દરેકને પાકા મકાન આપવાની દિશામાં આગળ વધી ચુક્યા છે. લોકોના વચનો પૂર્ણ પણ થઇ રહ્યા છે.

(12:00 am IST)
  • ઉન્નાવ રેપ કેસ પર મોટો ચૂકાદોઃ ધારાસભ્ય કુલદીપ સેન્ગર દોષી જાહેરઃ ૧૯મીએ સજા પર થશે ચર્ચાઃ access_time 4:47 pm IST

  • રાજકોટમાં વધુ બે નવા ઓવરબ્રીજની જાહેરાત: કાલાવડ રોડ ઉપર જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસે અને ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ઉમિયા ચોક ખાતે ઓવર બ્રીજ બનાવવાની સ્ટેન્ડીંગ કમીટી દ્વારા સરકારમાં દરખાસ્ત access_time 12:56 pm IST

  • ગ્વાલિયર કલેક્ટરનો હુકમ: બંદુકનું લાયસન્સ જોઇએ તો ગૌશાળાને 10 ઘાબળા આપો: ગ્વાલિયર કલેક્ટર અનુરાગ ચૌધરીએ લાલ ટીપારા અને ગોલાનાં મંદિર સ્થિત ગૌશાળાનું નિરિક્ષણ કર્યું : નિરિક્ષણ દરમિયાન ગાયોની સ્થિતિને જોઇને તેમણે જીલ્લામાં બંદૂકનું લાયસન્સ માટે ગૌશાળાને ધાબળા અપાવવા આવો નિર્ણંય કર્યો access_time 12:28 am IST