Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

લોકો એક થઈને સંદેશ આપશે કે આ દેશ દરેકનો છે.: નાગરિકતા બિલ મામલે ફિલ્મકાર મહેશ ભટ્ટે ઝુકાવ્યું

સંશોધિત નાગરિકત્વ કાયદાની વિરુદ્ધ મુંબઈમાં એક પ્રદર્શનમાં જોડાયા

મુંબઈ : ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે સંશોધિત નાગરિકત્વ કાયદાની વિરુદ્ધ મુંબઈમાં એક પ્રદર્શનમાં હાજરી આપી હતી. મહેશ ભટ્ટે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે લોકો એક થઈને સંદેશ આપશે કે આ દેશ દરેકનો છે.

   મુંબઇમાં ડો.બી.આર. આંબેડકરના ઘર રાજગૃહ ખાતે વિરોધ સભા યોજાઇ હતી, જેમાં ભટ્ટ કોંગ્રેસના નેતા સંજય ઝા અને અન્ય લોકો પણ જોડાયા હતા. મહેશ ભટ્ટે અહીં આવેલા લોકોને સંબોધન કરતાં કહ્યું કે, 'લોકોએ ઉભા થઈને કહેવું એ સમય છે કે આ દેશ આપણા બધાનો છે અને તે આપણા બધાની તાકાત અને ઇચ્છા છે જે આખરે વ્યક્ત કરવામાં આવી રહી છે

   તેમણે કહ્યું, 'ફરી તે મોડ આવી ગયો છે, ભારતે રવિવારે સવારે સ્પષ્ટ કર્યું. અહીં તમામ લોકોનો જમાવડો એ પુરાવો છે કે ભારતની આત્મા હજુ સુધી જીવંત છે.

(12:00 am IST)