Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ભારે બરફવર્ષાના કારણે બાબા કેદારનાથ પર બરફની ચાદર: અડધાં મંદિર સુધી બરફ જામ્યો

નિર્માણકાર્ય બંધ કરી દેવાયું : ઔલી, મુક્તેશ્વર સહિત તમામ પ્રવાસી સ્થળો પર બરફ વર્ષા

નવી દિલ્હી : ઉત્તરાખંડમાં  ભારે બરફવર્ષા વચ્ચે કેદારનાથ મંદિરની આસપાસ બરફ જામી ગયો છે. હાલમાં જ બરફવર્ષાના કારણે જ્યાં કેદારનાથ મંદિરનો અડધો ભાગ બરફમાં ડૂબી ગયો છે. ઔલી, મુક્તેશ્વર સહિત તમામ પ્રવાસી સ્થળો પર બરફ વર્ષાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

    ભારે બરફવર્ષા વચ્ચે કેદારનાથ મંદિરની આસપાસ બરફના થર જામી ગયા છે. બરફવર્ષાના કારણે મંદિરનો અડધો ભાગ બરફ વચ્ચે દેખાઇ રહ્યો છે. આ સિવાય અહીં ચાલી રહેલ નિર્માણ કાર્ય પણ બંધ થઇ ગયું છે.

કેદારનાથ મંદિરની આસપાસ બરફના થરના ફોટો સામે આવ્યા હતા. કેદારનાથ મંદિરના કપાટ જોકે શિયાળો હોવાથી બંધ છે અને અહીં શ્રદ્ધાળુઓને જવાની મંજૂરી નથી.

   સત્તાવાર માહિતી અનુસાર, કેદારનાથ મંદિરની આસપાસ જોકે 2 ફૂટથી વધારે બરફ જામી ગયો છે. જેના કારણે મંદિરની આસપાસ થઇ રહ્લે પુનનિર્માણનું કામ પણ બંધ કરી દેવામાં આવ્યું છે

(12:00 am IST)