Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

ડીએમકેપક્ષના સુપ્રીમો એમ.કે સ્ટેલીને 2019માં વડાપ્રધાનપદ માટે સૂચવ્યું રાહુલ ગાંધીનું નામ

પીએમ મોદીના નેતૃત્વમાં દેશ 15 વર્ષ પાછળ ધકેલાયો ;રાહુલ જ મોદી સામે સક્ષમ ઉમેદવાર ;અન્ય પક્ષોને સમર્થન કરવા અપીલ

ચેન્નાઇ :વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રાહુલ ગાંધીનું નામ જામવા લાગ્યું છે  ડીએમકેપક્ષના સુપ્રીમો એમ.કે સ્ટેલીને જાહેર કર્યું છે કે, ૨૦૧૯માં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે હું રાહુલ ગાંધીનું નામ સુચવું છું

  ડીએમકેપક્ષના સુપ્રીમો એમ.કે સ્ટેલીનેઆરોપ લગાવ્યો હતો કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ 15 વર્ષ પાછળ ધકેલાયો છે જો આપણે તેને બીજી તક આપશું તો ચોક્સપણે દેશ 50 વર્ષ પાછો જશે

   ચેન્નાઈમાં કરુણાનિધિની પ્રતિમા અનાવરણ પ્રસંગે ડીએમકેપક્ષના સુપ્રીમો એમ.કે સ્ટેલીને રાહુલ ગાંધીને મજબૂત ટેકો આપતા કહ્યું હતું કે રાહુલ ગાંધી જ વિપક્ષનો 2019 માટે વડાપ્રધાનપદનો ચેહરો હશે રાહુલ ગાંધી જ નરેન્દ્રભાઈ મોદી સામે લાયક ઉમેદવાર છે

ડીએમકેપક્ષના સુપ્રીમો એમ.કે સ્ટેલીનેએમ પણ કહ્યું હતું કે  રાહુલ ગાંધીના નામના મારા પ્રસ્તાવને અન્ય વિપક્ષ નેતાઓને પણ સમર્થન કરવા અનુરોધ કરું છું 

(10:44 pm IST)