Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

ગંગાની સફાઈ માટે યુદ્ધસ્તરે પ્રયાસ થશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાતરી

પ્રયાગરાજમાં કુંભ પહેલા ૪૦૦૦ કરોડની ભેંટ : વિવિધ યોજનાઓના લોકાર્પણ અને શિલાન્યાસ : નમામી ગંગે યોજનામાં ૧૫૦થી વધુ ઘાટ સુંદર બનાવાશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

પ્રયાગરાજ, તા. ૧૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજને તપ, તપસ્યા અને સંસ્કારની ધરતી ગણાવીને જનસભાને સંબોધન કર્યું હતું. દિવ્ય અને જીવંત પ્રયાગરાજને વધુ આકર્ષક અને આધુનિક બનાવવા સાથે જોડાયેલી આશરે સાડા ચાર હજાર કરોડ રૂપિયાની યોજનાઓના લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યા હતા. આમા માર્ગ, રેલવે, શહેર અને માતા ગંગાની સફાઈ, સ્માર્ટસિટી પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. જનસભા પહેલા સંગમ ઘાટ ઉપર પૂજામાં ભાગ લીધો હતો. મોદીએ કહ્યું હતું કે, તેઓ છેલ્લા દોઢ વર્ષથી વિદેશમાં જઇને લોકોને કુંભમાં સામેલ થવા આમંત્રણ આપીને આવ્યા છે. કારણ કે તેઓ પોતે પણ ઉત્તરપ્રદેશની વ્યક્તિ પૈકીની છે. ભારતનું નવું ચિત્ર કેવું રહે તેની ખાતરી કરવાનો હવે સમય આવી ગયો છે. મોદીએ આ તમામ સુવિધાઓ માટે લોકોનો આભાર માન્યો હતો. કુંભની સુવિધાની વાત કરતા મોદીએ કહ્યું હતું કે, કુંભને ધ્યાનમાં લઇને રેલવે દ્વારા અનેક ટ્રેનો દોડાવવામાં આવનાર છે. પ્રયાગરાજના નવા ટર્મિનલને એક વર્ષની અંદર તૈયાર કરવામાં સફળતા મળી છે. આ ટર્મિનલથી યાત્રીઓની સુવિધા વધશે. સાથે સાથે દેશના અલગ અલગ હિસ્સાઓ સાથે કનેક્ટીવીટી પણ વધશે. અગાઉની સરકારો ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, પહેલાની જેમ કાચા કામ કરવામાં આવી રહ્યા નથી. જે ચીજોનું નિર્માણ થઇ રહ્યું છે તે તમામ ચીજો હવે સ્થાયી છે. ૧૦૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચ સાથે તૈયાર ઇન્ટીગ્રેટેડ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર, પ્રયાગરાજની પૌરાણિકતાને આધુનિક બનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. સ્માર્ટ પ્રયાગરાજના મહત્વપૂર્ણ સેન્ટર તરીકે છે. માર્ગો અને વિજળીથી લઇને તમામ સુવિધાઓ આ સેન્ટરથી સંચાલિત રહેશે. જનસભામાં મોદીએ કહ્યું હતું કે, અહીં સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર છે. ખાસ મહેમાનોની સાથે દિવ્યકુંભ અને ભવ્યકુંભ ઉપર ફોટાઓ પડાવ્યા છે.

(9:22 pm IST)
  • પોરબંદર નગરપાલિકા દ્વારા વિતરણ કરાતુ પીવાનુ પાણી પીવા લાયક નહી હોવાની ફરિયાદ: ઝુંડાળા વિસ્તારના રહેવાસીઓએ ગંદા પાણીની બોટલો ભરી કોંગ્રેસ આગેવાનોને જાણ કરી: ખરાબ પાણીન કારણે વિસ્તારમાં ચામડીના રોગોમાં વધારો થયાની સ્થાનિક દ્વારા ફરિયાદ: કોંગ્રેસ પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયા સહિતના કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા ઘટના એ :ગઈકાલે પોરબંદરના મેમણવાડા વિસ્તાર અને ઠક્કર પ્લોટ વિસ્તારના પાણીના સેમ્પલ રીપોર્ટ પણ અનફીટ હોવાનું સામે આવ્યું હતું access_time 9:35 pm IST

  • જસદણમાં જામ્યો પેટા ચૂંટણીનો માહોલ.:કોંગ્રેસ સ્ટાર પ્રચારકને લાવી મેદાનમાં:18 તારીખે જાણીતા ક્રિકેટર અને કોંગ્રેસના નેતા જસદણમાં:નવજોતસિંહ સીધુ જસદણમાં:સીધુ સાથે અહેમદ પટેલ સહિતના નેતાઓ રહેશેઉપસ્થિત . access_time 9:35 pm IST

  • માંગરોળના રહિજ ગામે કાર પર ક્રેઇન પડતા ૪ વ્‍યકિતનો આબાદ બચાવ : સામાન્‍ય ઇજા થઇ : જુનાગઢ : જુનાગઢ જિલ્‍લાના માંગરોળ તાલુકાના રહિજ ગામે ફોરટ્રેક રસ્‍તાના કામ દરમિયાન રોડ પરથી પસાર થતી કાર પર ક્રેઇન તૂટી પડતા કારમાં બેઠેલા ૪ વ્‍યકિતનો આબાદ બચાવ થયો છે. ચારેયને સામાન્‍ય ઇજા થવા પામી છે. access_time 3:02 pm IST