Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

બાબરી મસ્જિદ મામલે કોર્ટના અંતિમ નિર્ણયને સ્વીકારીશું : ઝેરી નિવેદનો પર રોક લગાવો: મુસ્લિમ પર્સનલ લો બોર્ડ

જો સરકાર અધિનિયમ અથવા કાયદો લાવે તો બંધારણીય રીતે યોગ્ય નહીં ગણાય

લખનઉ: ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડેની બેઠક બાદ બોર્ડના વરિષ્ઠ સભ્ય કાસિમ રસૂલ ઇલિયાસે  જણાવ્યું કે બોર્ડનું સ્પષ્ટ રૂખ છે કે તેઓ બાબરી મસ્જિદ મામલે કોર્ટના અંતિમ નિર્ણયને સ્વિકાર કરશે. બેઠકમાં આ પણ અભિપ્રાય મળ્યો કે સરકાર મંદિર બનાવવા માટે અધિનિયમ અથવા કાયદો લાવવાની માગની સાથે આપવામાં આવેલી ઝેરી નિવેદનો પર રોક લગાવવામાં આવે.

બોર્ડના વરિષ્ઠ સભ્ય ઝફરયાબ જીલાનીએ કહ્યું કે અયોધ્યાના વિવાદાસ્પદ સ્થળ પર યથાસ્થિતિની અખંડ રાખવાની સ્થિતિમાં કોઈ અધિનિયમ લાવી શકાતો નથી. ધર્મનિરપેક્ષતા બંધારણનો આધાર છે અને જો સરકાર અધિનિયમ અથવા કાયદો લાવે છે તો તે બંધારણીય રીતે યોગ્ય નહીં ગણાય

(9:06 pm IST)