Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

ગેંગ રેપ વેળા કયા મુદ્દા ઉઠ્યા

મહિલાઓ હજુ પણ સલામત નહી હોવાનો મત : મોટા ભાગના માર્ગો પર વધારે સારી લાઇટિંગની સુવિધા

નવી  દિલ્હી,તા.૧૬  : પાટનગર દિલ્હીમાં  ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે બનેલી અને સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગરેપ કેસની આજે છઠ્ઠી વરસી હતી. છઠ્ઠી વરસીના દિવસે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો આજે પણ યોજાયા હતા. નિર્ભયાના ગુનેગારોને ફાંસી ક્યારે થશે તે પ્રશ્ન હજુ પણ અકબંધ રહ્યો છે. નિર્ભયાના પિતાનું કહેવું છે કે, રિવ્યુ પિટિશન ફગાવી દેવામાં આવ્યા બાદ હજુ સુધી ક્યુરેટિવ અરજી દાખલ કરવામાં આવી નથી. સાથે સાથે દયાની અરજી પણ દાખળ કરવામાં આવી નથી. નિર્ભયા કાંડને આજે છ વર્ષ પુરા થઇ રહ્યા છે ત્યારે અપરાધીઓને ફાંસીને લઇને હજુ પણ ઘણી દુવિધાઓ રહેલી છે. પવન અને વિયન તરફથી હજુ ક્યુરેટિવ અરજી દાખલ કરવામાં આવી નથી. નવમી જુલાઈના દિવસે સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટિશન ફગાવી દીધી હતી. નિર્ભયા કેસ દરમિયાન જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા તે નીચે મુજબ છે.

*    દિલ્હી પોલીસમાં રહેલી ખાલી જગ્યાઓને તરત ભરવા અને પીસીઆર વાનની વ્યવસ્થા અસરકારક બનાવવા માટે રજૂઆત કરાઇ

*    પીસીઆર વાન દ્વારા પેટ્રોલિંગને નિયમિત કરવાની રજૂઆત કરાઇ હતી

*    પબ્લિક પ્રોસિક્યુટરની સંખ્યામાં વધારો કરવાની માંગ કરાઇ હતી

*    એડિશનલ ફોરેન્સિક લેબ સ્થાપિત કરવાની માંગ કરાઇ હતી

*    રેપમાં બચી ગયેલી યુવતિઓ અને મહિલાઓ માટે સિગલ વિન્ડો ડિસબર્સમેન્ટ સ્કીમની માંગ કરવામાં આવી

*    ટિનટેન્ડ ગ્લાસ ગાડીઓમાંથી તરત દુર કરવાની માંગ કરવામાં આવી

*    મોટા ભાગે ઓછા લોકો જ્યાં અવર જવર કરે છે ત્યા વધુ સીસીટીવી મુકવાની માગ કરાઇ

*    મોટા ભાગના માર્ગો પર વધારે સારી લાઇટિંગની સુવિધા

(8:23 pm IST)