Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

નિર્ભયા ગેંગ રેપ : પુત્રી માટે ન્યાય મેળવવામાં નિષ્ફળતા

અપરાધીઓ જીવિત છે જે કાનૂનની હાર : યુવતીઓ પોતાને કમજોર તરીકે ન સમજે : આશાદેવી

નવી દિલ્હી,તા. ૧૬ : છ વર્ષ પહેલા રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત દેશભરને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગ રેપ કેસની આજે છઠ્ઠી વરસી છે. આ વિતેલા વર્ષોમાં મહિલાઓની સુરક્ષા પાસા સાથે સંબંધિત સ્થિતી બદલાઇ ગઇ છે કે કેમ તે અંગે ચર્ચા ચાલી રહી છે. દોષિતોને પુરતી સજા મળવા માટેના કાયદા  બની ગયા છે કે કેમ તેની પણ ચર્ચા છે. આ દરમિયાન નિર્ભયાની માતાએ જે કહ્યુ હતુ કે છ વર્ષ વિતી ગયા હોવા છતાં તે ન્યાય મેળવી લેવા માટે સંઘર્ષ કરી રહી છે. આજે છઠ્ઠી વરસીએ નિર્ભયાની માતા આશાદેવીએ કહ્યું હતું કે, નિર્ભયાના અપરાધી આજે જીવિત છે જે કાનૂનની હાર છે. તમામ યુવતીઓને તેઓ કહેવા માંગે છે કે તેઓ નબળી નથી. અપરાધીઓના મનમાં કોઇ દહેશત હજુ પણ નથી. આજે પણ વરસીના દિવસે જ પાટનગરમાં ચાલતી કારમાં રેપની ઘટના સપાટી પર આવી છે.

ગેંગરેપ કેસની ચોથી વરસી પર ભોગ બનેલી યુવતિના માતાપિતા આજે નિરાશ થયેલા છે. માતાપિતાએ કહ્યુ છે કે અમે નિષ્ફળ સાબિત થયા છીએ. પુત્રી માટે ન્યાય મેળવવામાં અમે ફિલોપ રહ્યા છીએ. ન્યાય માટેની હવે કોઇ આશા દેખાતી નથી. નિરાશ થયેલા ભોગ બનેલી યુવતિના પિતાએ કહ્યુ છે કે દરરોજ યાદ વધુને વધુ તાજી બનતી જાય છે. પુત્રી માટે ન્યાય પણ અમે મેળવી શક્યા નથી. પિતાના કહેવા મુજબ બનાવને છ  વર્ષનો ગાળો થઇ ગયો છે પરંતુ ચાર અપરાધીને હજુ સુધી ફાંસી મળી નથી. યુવતિના પિતાએ કહ્યુ છે કે અમે નાના લોકો છીએ. અમારી વાત કોણ સાંભળશે. છેલ્લા છ વર્ષથી અમે ન્યાયની આશામાંદરેક દરવાજા પર જઇ રહ્યા છીએ. જો કે તે સફળતા મળી રહી નથી.  પાટનગર દિલ્હીમાં ગુનાઓના બનાવમાં સતત વધારો થઇ રહ્યો છે. બીજી બાજુ આ સંદર્ભમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી ગૃહમંત્રાલયના સ્ટીકર લાગેલી કાર પણ મળી આવેલી છે.

(8:22 pm IST)