Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

ટોચની ૧૦ કંપની પૈકીની ૫ કંપનીની મૂડીમાં વધારો થયો

પાંચ કંપનીઓની મૂડી ૪૨૫૧૩ કરોડ વધી : પાંચ કંપનીઓની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ઉલ્લેખનીય ઘટાડો : ટીસીએસ ફરીથી પ્રથમ

મુંબઈ, તા.૧૬ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપની પૈકીની પાંચ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૪૨૫૧૩.૯૪ કરોડ રૂપિયાનો વધારો થયો છે. એસબીઆઈની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. એચયુએલ, આઈટીસી, ઇન્ફોસીસ અને મારુતિ સુઝુકીની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. ટીસીએસ, આરઆઈએલ, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા અને એચડીએફસીની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. એસબીઆઈની માર્કેટ મૂડી આ ગાળામાં ૧૨૨૭૧.૩૧ કરોડનો વધારો થયો છે. આની સાથે જ તેની માર્કેટ મૂડી ૨૫૮૦૫૪.૪૫ કરોડ રૂપિયા થઇ ગઇ છે જ્યારે ઇન્ફોસીસની માર્કેટ મૂડી ૧૦૭૨૪.૯૨ કરોડ વધીને ૩૦૮૨૪૮.૭૮ કરોડ થઇ છે. મારુતિ સુઝુકિની માર્કેટ મૂડી વધીને ૨૩૧૨૧૫.૧૦ કરોડ થઇ ગઇ છે. જ્યારે હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડી ૭૩૪૮.૯૯ કરોડ વધીને ૪૦૧૯૩૨.૦૨ કરોડ થઇ છે. આ ગાળા દરમિયાન ટીસીએસની માર્કેટ મૂડીમાં  ૨૫૧૪.૧૦ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે જેથી તેની માર્કેટ મૂડી ૭૪૬૪૪૩.૧૩ કરોડ રૂપિયા થઇ છે. આરઆઈએલની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ઘટાડો થતાં તેની મૂડી ૭૦૪૬૮૯.૬૧ કરોડ થઇ છે. માર્કેટ મૂડીમાં ઘટાડો થયો હોવા છતાં ટીસીએસ પ્રથમ ક્રમ ઉપર અકબંધ છે. આરઆઈએલ બીજા ક્રમ ઉપર છે. શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ભારે ઉથલપાથલ જોવા મળી હતી. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ, આરબીઆઈમાં મોટા ઘટનાક્રમ, આર્થિક મોરચે મહત્વપૂર્ણ આંકડા જારી કરવામાં આવ્યા બાદ તેની સીધી અસર બજાર ઉપર થઇ હતી. છેલ્લા સપ્તાહમાં દેશની સૌથી મોટી બેંક એસબીઆઈની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે.

માર્કેટ મૂડીમાં વધારો.....

મુંબઈ,તા. ૯ : શેરબજારમાં ટોચની ૧૦ કંપનીઓ પૈકીની પાંચ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. એસબીઆઈની માર્કેટમૂડીમાં છેલ્લા સપ્તાહના ગાળામાં સૌથી વધુ વધારો નોંધાયો છે. જો કે, માર્કેટ મૂડી ઘટી હોવા છતાં ટીસીએસ પ્રથમ ક્રમાંક ઉપર અકબંધ છે. છેલ્લા સપ્તાહમાં જુદા જુદા પરિબળો વચ્ચે એચયુએલ, આઈટીસી, ઇન્ફોસીસ અને મારુતિ સુઝુકીની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો હતો. માર્કેટ મૂડીમાં વધારાનું  ચિત્ર નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં વધારો

કુલ માર્કેટ મૂડી

એસબીઆઈ

૧૨૨૭૧.૩૧

૨૫૮૦૫૪.૪૫

ઇન્ફોસીસ

૧૦૭૨૪.૯૨

૩૦૮૨૪૮.૭૮

મારુતિ સુઝુકી

૧૦૨૭૦.૭૩

૨૩૧૨૧૫.૧૦

એચયુએલ

૭૩૪૮.૯૯

૪૦૧૯૩૨.૦૨

આઈટીસી

૧૮૯૭.૯૯

૩૩૭૫૩૫.૦૮

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

મુંબઈ,તા. ૧૬ : શેરબજારમાં ટોચની ૧૦ કંપનીઓ પૈકીની પાંચ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો હતો. માર્કેટ મૂડીમાં ઘટાડાનું  ચિત્ર નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં ઘટાડો

કુલ માર્કેટ મૂડી

આરઆઈએલ

૧૩૬૨૭.૯૦

૭૦૪૬૮૯.૬૧

ટીસીએસ

૨૫૧૪.૧૦

૭૪૬૪૪૩.૧૩

એચડીએફસી

૮૨૬૮.૮૮

૩૨૭૩૪૨.૬૬

કોટક મહિન્દ્રા

૫૧૪૯.૪૦

૨૩૯૩૯૯.૪૮

એચડીએફસી બેંક

૩૨૩૫.૦૧

૫૬૯૧૮૪.૪૬

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(8:18 pm IST)